સુરત(ગુજરાત): ગુજરાત(Gujarat)માં દારૂ બંધી હોવા છતાં દારૂ ખુલ્લે આમ વેચાઈ રહ્યું છે. તેવામાં રોડ પર અનેક દારૂડિયા(Alcoholics) જોવા મળે છે. ત્યારે સુરત(Surat)ના અમરોલી-સાયણ રેલવે ટ્રેક(Amaroli-Sayan railway track) પર દારૂના નશામાં સૂઈ ગયેલા એક યુવકના બન્ને પગ કપાઈ ગયા હોવાનો બનાવ નજરે ચડયો છે. ત્યારબાદ યુવક ટ્રેક પર કપાયેલા પગ છોડીને પોતાનો જીવ બચાવવા માટે બે ટ્રેક વચ્ચેના ખાડામાં 9 કલાક સુધી ઇજાગ્રસ્ત હાલતમાં પડયો રહ્યો હતો. ગોલું ઇજાગ્રસ્ત હાલતમાં સવારે રેલવે ટ્રેક ક્રોસ કરીને(Crossed the railway track) કામે જતા વ્યક્તિને મળી આવ્યો હતો. ત્યારબાદ તેને સારવાર માટે 108ની મદદથી સિવિલ ખસેડવામાં આવ્યો હતો.
મિત્ર બદનસિંગના જણાવ્યા અનુસાર, યુવક દુકાને જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. ગોલું અંજની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં લુમેસના કારખાનાનો કારીગર હોવાનું જાણવા મળ્યું છે. ગોલું લગભગ 5 મહિનાથી રૂમ પાર્ટનર તરીકે તેમની સાથે રહે છે. ગોલું કાનપુરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. શુક્રવારની રાત્રે 11 વાગે દારૂના નશામાં દુકાને જવાનું કહીને ગોલું નીકળ્યું હતો પરંતુ તે પરત ફર્યો ન હતો. સવારે બીજા મિત્રો સાથે જયારે રેલવે ટ્રેક ક્રોસ કરીને કામે જઈ રહ્યા હતા ત્યારે ગોલું બન્ને પગ કપાયેલી હાલતમાં રેલવે ટ્રેકની બે પટરીઓ વચ્ચેના ખાડામાં પડયો હતો. ત્યારબાદ તેને 108ની મદદથી સારવાર માટે સિવિલ ખસેડવામાં આવ્યો હતો.
ગોલુંએ જણાવ્યું હતું કે, હું નશામાં રેલવે ટ્રેક પર જઈને સુઈ ગયો હતો. ટ્રેન પગ પરથી ચાલી ગયા પછી જીવ બચાવવા માટે શરીરને ઘસડીને ખાડા સુધી લાવ્યો હતો. આખી રાત એટલે 9 કલાક બાદ ગોલુંને 108 એમ્બ્યુલન્સની મદદથી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યાં બન્ને પગ ગંભીર રીતે કચડાય ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તાત્કાલિક ઓપરેશન કરવાની પરિસ્થિતિ બની ગઈ છે.
ગોલુંના એક મિત્રએ જણાવ્યું હતું કે, ગોલું કામ કરીને તમામ રૂપિયા દારૂમાં બગાડતો હતો. તે અઠવાડીયામાં ત્રણેકવાર દારૂ પીતો હતો. દેશી દારૂ પીધા પછી તેનો મગજ પરથી કાબૂ ગુમાવીને રેલવે ટ્રેક પર સૂઈ ગયો હતો. જેને કારણે આજે તે પગ વગરનો થઈ ગયો છે.
આ ઉપરાંત એક મહિના પહેલા ભરથાણામાં રહેતો દશરથ ગોરધન નામના ડાયમંડ કંપનીમાં કામ કરતાં રત્નકલાકારે ટ્રેન નીચે આવી જતાં પોતાના પગ ગૂમાવ્યાં હતાં. દશરથ ગોરધન નાઇટ ડ્યૂટી કરીને સવારના સમયે ટ્રેન દ્રારા ઘરે જવા સુરત સ્ટેશન પર ગયો હતો. ટ્રેનમાં ચડતી વખતે તેનો પગ લપસી જતાં તે ટ્રેન નીચે આવ્યો હતો. પગ પરથી ટ્રેન પસાર થઇ જતાં યુવક ત્યાં કણસતી હાલતમાં પડ્યો હતો. આ અંગે આરપીએફને જાણ થતાં તેમણે તાત્કાલિક 108ને દ્રારા રત્નકલાકારને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.