ગુજરાતભરમાં સ્માર્ટ મીટરનો કકળાટ: વડોદરા, અમદાવાદ બાદ હવે સુરતમાં પણ સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત

Surat Smart Meter: ડીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર શરૂ કરવામાં આવ્યા છે. પ્રિપેડ મીટરની અંદર પહેલાંથી રિચાર્જ કરીને બેલેન્સ રાખવું પડે છે. હજી તો માત્ર 6 મેના દિવસે સ્માર્ટ મીટર શરૂ કર્યા અને 16 તારીખે જ સ્થાનિકો દ્વારા વિરોધ પણ નોંધાવી દેવાયો છે. કારણ કે, અત્યારથી જ જે પ્રકારના બિલ રિચાર્જ(Surat Smart Meter) કરાવવા પડે છે તેનાથી આગામી દિવસોમાં વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે તેવું રહીશોનું માનવું છે.

ડીજીવીસીએલ ઓફિસ ખાતે સૂત્રોચાર કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો
પારલે પોઇન્ટ વિસ્તારમાં નિર્મલનગર ખાતે ડીજીવીસીએલ દ્વારા પાયલોટ પ્રોજેક્ટ તરીકે 204 જેટલા મકાનો માસમાં આઠ મીટર લગાડવામાં આવ્યા છે. મોબાઈલ રિચાર્જની માફક જ હવેથી ગ્રાહકોએ પોતે વીજળીના વપરાશની સાથે સાથે પોતાના એકાઉન્ટમાં બેલેન્સ રાખવું પડશે. જો બેલેન્સ પૂરું થઈ જશે તો તાત્કાલિક વીજ સપ્લાય જે છે તે બંધ થઈ જશે. અત્યારે છ મેથી શરૂ થયેલા સ્માર્ટ મીટરને લઈને સ્થાનિકો દ્વારા જે રિચાર્જ કરવામાં આવી રહ્યા છે તેની કિંમત ખૂબ વધારે જણાવી રહી છે. રિચાર્જ પૂરું થાય એટલે તરત જ વીજ સપ્લાય બંધ થઈ જવાથી મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ ઊભી થશે. સ્થાનિકો દ્વારા આજે ડીજીવીસીએલ ઓફિસ ખાતે સૂત્રોચાર કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

કેટલા યુનિટનો વપરાશ થયો તે જાણવા નથી મળ્યું
આ અંગે ભોગ બનનારા લોકોએ જણાવ્યું કે, અધિકારીઓને અમે રજૂઆત કરી હતી કે આજે મીટર છે તે ખૂબ ઝડપથી ચાલી રહ્યા છે અને બિલ પણ વધવા આવી રહ્યું છે. જુના મીટર પ્રમાણે જો સરેરાશ કાઢીએ તો માત્ર દસ જ દિવસની અંદર મારે પોતાનું 1,000 જેટલું બેલેન્સ વપરાઈ ગયું હોય તેવું જણાય છે. તેમજ અન્ય ઘર કે જેમાં એસીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેવોએ તો 2500 જેટલું રિચાર્જ કરાવ્યું છે.

જેમાંથી મોટાભાગના પૈસા કપાઈ ગયા છે. પહેલાં બે મહિનાનું જે બિલ આવતું હતું તેની સરખામણી કરવા જઈએ તો આ વધુ મોંઘુ પડે તેમ છે. બીજું કે પહેલાંના જે બિલ આવતા હતા તેમાં કેટલા યુનિટનો વપરાશ થયો છે તેની વિગતો પણ મળતી હતી. પરંતુ અત્યારે તો કેટલા યુનિટનો વપરાશ થયો છે તે પણ જાણવા મળી રહ્યું નથી. મોબાઇલની માફક સીધા આપણા ખાતામાંથી રૂપિયા કપાઈ જાય છે.

સ્માર્ટ મીટરછે કે લૂંટ મીટર
જો દસ દિવસમાં આ પ્રકારની સ્થિતી ઉભી થઈ તો આગામી દિવસોમાં કેવી રીતે થશે. અને સૌથી મોટી મુશ્કેલી એ છે કે એકાઉન્ટમાં જો પૈસા ન હોય અને થોડા સમય માટે કોઈને મુશ્કેલી હોય તો જૂના વખતમાં એકાદ મહિનો ખેંચી લેવાતો હતો, પરંતુ હવે તો તાત્કાલિક વીજ સપ્લાય બંધ થઈ જશે. અમે સ્માર્ટ મીટરનો વિરોધ કરીએ છીએ અને આજે અધિકારીઓને જઈને પણ કહ્યું છે કે, આ મીટર અમને પોસાય તેમ નથી.

લોકોએ ટોળામાં વિરોધ નોંધાવ્યો
વીજ કંપનીઓના અધિકારીઓએ વીજ બિલ ગરમીમાં વધુ વપરાશને લીધે આવ્યા હોવાનું જણાવી નવું રિચાર્જ કરાવવું પડશે એવી વાત કરતા ટોળું ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદિપ દેસાઈની ઓફિસે પહોંચ્યું હતું દેસાઇએ ફરિયાદ કરવા આવેલા ગ્રાહકોને પાછલા વર્ષના બિલની ઝેરોક્ષ કોપી આપી જવા જણાવ્યું હતું, જેથી DGVCLનાં અધિકારીઓ અને ઊર્જા મંત્રીને ડેટા સાથે રજૂઆત કરી શકાય.