મુકેશ અંબાણીની જીયો કંપની (Jio Company) એ તેનો સૌપ્રથમ 5G સ્માર્ટફોન (Smartphone) JioPhone Next લોન્ચ કરીને કિંમતની જાહેરાત પણ કરી દીધી છે. આ ફોનની કિંમત 6,499 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ગ્રાહકો 1,999 ચૂકવીને આ ફોન ખરીદી શકે છે. બાકીની રકમ 18 તેમજ 24 મહિનાની સરળ EMI પર આપી શકાશે. ફોનનું વેચાણ દિવાળી (Diwali) થી શરૂ થઈ જશે.
આ સ્માર્ટફોન રિલાયન્સ જિયો અને ગૂગલ દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવ્યો છે. આ પહેલા ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું હતું કે, આ ફોન દિવાળી સુધીમાં લોન્ચ કરવામાં આવશે.
1. હંમેશા પ્લાન પર:
આ પ્લાનમાં ગ્રાહકને 24 મહિના અને 18 મહિનાના EMIનો વિકલ્પ મળશે. 24 મહિનાની EMI માટે ગ્રાહકે 300 રૂપિયા ચૂકવવા પડશે. જયારે 18 મહિનાની EMI માટે 350 રૂપિયા ચૂકવવા પડશે. બંને EMI પ્લાનમાં એક મહિના માટે 5GB ડેટા અને કૉલિંગ માટે 100 મિનિટ મળશે.
2. મોટો પ્લાન:
આ પ્લાનમાં ગ્રાહકને 24 મહિના અને 18 મહિનાના EMIનો વિકલ્પ પણ મળશે. 24 મહિનાની EMI માટે ગ્રાહકે 450 રૂપિયા ચૂકવવા પડશે. જયારે 18 મહિના માટે EMI માટે 500 રૂપિયા ચૂકવવા પડશે. બંને EMI પ્લાનમાં 1.5GB દૈનિક ડેટા સાથે અનલિમિટેડ કૉલિંગ ઉપલબ્ધ થશે.
3. XL પ્લાન:
આ પ્લાનમાં ગ્રાહકને 24 મહિના અને 18 મહિનાના EMIનો વિકલ્પ પણ મળશે. 24 મહિનાની EMI માટે ગ્રાહકે 500 રૂપિયા ચૂકવવા પડશે. જયારે 18 મહિનાની EMI માટે, 550 રૂપિયા ચૂકવવા પડશે. બંને EMI પ્લાનમાં 2GB દૈનિક ડેટા સાથે અનલિમિટેડ કૉલિંગ ઉપલબ્ધ થશે.
4. XXL પ્લાન:
આ પ્લાનમાં ગ્રાહકને 24 મહિના અને 18 મહિનાના EMIનો વિકલ્પ પણ મળશે. 24 મહિનાની EMI માટે ગ્રાહકે 550 રૂપિયા ચૂકવવા પડશે તેમજ 18 મહિના માટે EMI માટે 600 રૂપિયા ચૂકવવા પડશે. બંને EMI પ્લાનમાં 2.5GB દૈનિક ડેટા સાથે અનલિમિટેડ કૉલિંગ ઉપલબ્ધ થશે.
jiophone કેવી રીતે ખરીદવો:
ગ્રાહકો આ સ્માર્ટફોન Jio માર્ટ રિટેલર પાસેથી ખરીદી શકશે.
ફોનને કંપનીની ઓફિશિયલ વેબસાઈટ www.jio.com/next પર જઈને Hi ટાઈપ કરીને ઓર્ડર કરી શકાય છે.
વોટ્સએપ નંબર 7018270182 પર Hi મોકલીને પણ બુક કરી શકાય છે.
ફોનનું બુકિંગ કન્ફર્મેશન મળ્યા પછી, તમે નજીકના જિયો માર્ટ પર જઈ શકો છો.
આ ફોનમાં બે સિમ સ્લોટ આપવામાં આવ્યા છે. આમાં, Jio સિવાય, તમે કોઈપણ અન્ય કંપનીના સિમનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ Jio સિમ સ્લોટમાં દાખલ કરવું આવશ્યક છે. આ સ્માર્ટફોનમાં ડેટાનું કનેક્શન ફક્ત Jio સિમ સાથે જ કનેક્ટ થશે. મતલબ કે, બીજી કંપનીના સિમનો ઉપયોગ કરી શકાશે, પરંતુ વાત કરવા માટે ડેટા માટે માત્ર Jio નેટવર્કનો ઉપયોગ કરવો પડશે.
સાથે જ 5.45 ઇંચની HD ટચસ્ક્રીન છે કે, જેને ગોરિલા ગ્લાસ-3નું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. ફોનમાં 2GB રેમ, 32GB સ્ટોરેજ, 512GB સુધી સપોર્ટ કરતો SD કાર્ડ સ્લોટ, મલ્ટીટાસ્કિંગ માટે 64bit CPU સાથે ક્વાડ કોર QM215 ચિપસેટ છે.
ફોનમાં 13 મેગાપિક્સલ રિયર તેમજ 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા મળશે. સાથે જ નાઈટ મોડ, પોટ્રેટ મોડ અને HDR મોડને સપોર્ટ કરે છે. ફોનમાં કેટલાક ફેસ્ટિવલ ફિલ્ટર્સ પણ ઉપલબ્ધ હશે. તેમાં 3500mAh બેટરી છે. કંપનીનો દાવો છે કે એકવાર ફુલ ચાર્જ થયા બાદ તે 36 કલાક સુધી કામ કરશે. ફોનમાં હોટસ્પોટ ઓપ્શન પણ મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.