હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. થોડાં સમય અગાઉ લોકડાઉનનો અમલ સમગ્ર દેશમાં કરવામાં આવ્યો હતો. એ સમય દરમિયાન લોકોની પાસે માત્ર ઘરમાં બેસવા સિવાય અન્ય કોઈ વિકલ્પ ન હતો. હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે.
‘સાઇબર મીડિયા રિસર્ચ’ એટલે કે CMR ટેક્નો મોબાઇલ તથા ‘મોબાઇલ ઇન્ડસ્ટ્રી કંઝ્યુમર ઇનસાઇટસ્’ એટલે કે MICI સરવેએ ભારતમાં સ્માર્ટફોનની પ્રત્યે યુઝર્સનું બદલાતું વલણ તથા એનાં ઉપયોગને લઈને એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
CMR તથા MICI સર્વેમાં જાણાવ્યું હતું, કે ભારતમાં કોવિડ-19 નાં સમયમાં સ્માર્ટફોનનો યુઝ અંદાજે કુલ 120% વધી ગયો છે. સર્વે પ્રમાણે કોવિડ 19 ને લીધે દેશભરમાં 25 માર્ચ-31 મે સુધી દેશવ્યાપી લોકડાઉન દરમિયાન સ્માર્ટફોનનો અંદાજે કુલ 50% ઉપયોગ વધ્યો હતો.
આ દરમિયાન કામ માટે સ્માર્ટફોનનાં વપરાશમાં કુલ 100% નો વધારો થયો હતો. આવાં સમયમાં કુલ 84% યુઝર્સે પોતાનાં સ્માર્ટફોન પર સરકારી યોજનાઓ, મોસમનાં હાલ તથા કૃષિ પાકનાં માર્કેટથી જોડાયેલી માહિતી સર્ચ કરી હતી.
આની સિવાય અંદાજે કુલ 83 % લોકોએ ઓનલાઇન બેંકિંગ, શોપિંગ તથા યુટિલિટી બિલની ચુકવણી કરવાં માટે પોતાનાં સ્માર્ટફોનનો ઉપયોગ કર્યો હતો.જ્યારે વીડિયો OTT માટે કુલ 70%, ઓડિયો OTT કુલ 60% તથા ગેમિંગને માટે કુલ 62% ઉપયોગ થયો હતો.
આની સિવાય કુલ 29% લોકોને વર્ક ફ્રોમ હોમમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. લોકડાઉન વખતે સ્માર્ટફોનમાં કુલ 61% યુઝર્સ કેમેરા, કુલ 57% યુઝર્સ બેટરી તથા કુલ 51% યુઝર્સ ઓડિયો પર વધુ પડતું ધ્યાન આપતા હતાં.
આની સિવાય લોકડાઉન દરમિયાન કુલ 58% સ્માર્ટફોન યુઝર્સને ફોનમાં ઓવરહિટીંગ, કુલ 47% યુઝર્સને નાની સ્ક્રીન સાઇઝ તથા કુલ 46% યુઝર્સને ઓછા પાવર બેકઅપની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP