રોજગારી માટે સુરત શહેરમાં ઘર વિહોમા રોજ હજારો પરપ્રાંતિયો માટે મ્યુનિ.તંત્રે કેન્દ્ર- રાજ્ય સરકારની યોજના હેઠળ નાઈટ સેલ્ટર બનાવવાનુ શરૃ કર્યું છે. ઘર વિહોણા લોકોનો સર્વે થયો હતો તેવા સેન્ટ્રલ-વરાછા-અઠવા વિસ્તારમાં મ્યુનિ. તંત્રએ ૩૩ કરોડ રૃપિયાા ખર્ચે ૮૭૦ બેડની ક્ષમતાવાળા સેલ્ટર બનાવવાના અંદાજ મંજુર કરી દીધા છે. આ સેલ્ટરમાં અન્ય સુવિધા સાથે સીસીટીવી કેમેરા પણ મુકવામા આવશે.
સુરત શહેરમાં રોજગારી માટે આવતાં ઘર વિહોણા લોકો બિન આરોગ્યપ્રદ વાતાવરણમાં રહેતાં હોય તેમના માટે કેન્દ્ર સરકારની દિન દયાળ અન્યંદય યોજના હેઠળ ઘર વિહોણાને આશ્રય આપવા માટેની યોજના હેઠળ નાઈટ સેલ્ટર બનાવવામાં આવી રહ્યાં છે.
વરાછા ઝોનમાં બે જુદા જુદા વિસ્તારમાં ૬૬૦ બેડની ક્ષમતાવાળા શેલ્ટર હાઉસ બનાવવાના અંદાજ મંજુર કરવામા આવ્યા છે. આ ઉપરાંત સરદાર બ્રિજ નીચે લક્ષ્મીબાય ચોકમાં ૪૪ બેડની ક્ષમતા ધરાતા સેલ્ટર ઉપરાંત વરાછા ઝોનમાં જ ૧૨૦ બેડની ક્ષમતાવાળું સેલ્ટર અને સેન્ટ્રલ ઝોનમાં ૨૧૦ બેડની ક્ષમતાવાળા સેલ્ટર મળી કુલ ૮૭૪ બેડની ક્ષમતાાળા શેલ્ટર ૨૮ કરોડ રૃપિયાના ખર્ચે બનાવાશે.
આ શેલ્ટરમાં ટોઈલેટ બાથરૃમ, કપડાં સુકવવાની સુવિધા, ફિલ્ટર પાણી પાર્કિગ, કીચન સાથેની સુવિધા ઉપરાંત સીસી કેમેરા પણ મુકવામાં આવશે. સુરત મ્યુનિ. દ્વારા આવા પ્રકારના સેલ્ટર શરૃ કરવામા આવી રહ્યાં છે જેમાં કેન્દ્ર સરકાર તરફથી ૬૦ ટકા અને રાજ્ય સરકાર તરફથી ૪૦ ટકા ગ્રાન્ટ આપવામાં આવે છે જ્યારે જગ્યા સુરત મ્યુનિ.તંત્રની રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.