સુરતમાં SMCનો વ્યક્તિ લાંચ માંગતો પકડાયો, એટલા લાખની લાંચ માંગી કે રકમ જાણી….

સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના ડેપ્યુટી ટાઉન પ્લાનર અશ્વિન ટેલરને એસીબીએ લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા છે. સુરતના ઉધના દરવાજા પાસે રૂ. 1.50 લાખની લાંચ લેતા રવિવારે બપોરે રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આ લાંચિયા અધિકારીએ એક માર્કેટના મેઇન્ટનન્સ મેનેજર પાસે ગેરકાયદે બાંધકામ ન તોડવાના બદલામાં લાંચની રકમ માંગી હતી.

પહેલા 3 લાખ પછી 2 લાખ અને છેલ્લે 1.50 લાખની માંગણી

સુરતના રિંગરોડ ખાતે આવેલ માર્કેટમાં પેસેજ અને બિન અધિકૃત બાંધકામ તોડવા બાબતે લિંબાયત ઝોન દ્વારા નોટીસ આપવામાં આવી હતી.આ નોટીસ બાદ ડેપ્યુટી ટાઉન પ્લાનર અશ્વિન ટેલરે (રહે. રાધેક્રિષ્ણ સોસાયટી, સંજય સોસાયટીની બાજુમાં, સોમનાથ મહાદેવ રોડ,ઉમરા જકાતનાકા, પાર્લે પોઇન્ટ) બાંધકામ નહિ તોડવા માટે પહેલા મેનેજર પાસેથી 3 લાખની માંગણી કરી હતી. પછી 2 લાખ અને છેલ્લે 1.50 લાખની રકમ આપવાનું નક્કી કર્યું હતું. છેવટે મેનેજરે 1.50 લાખની રકમ આપવાનું નક્કી કર્યુ હતું. દોઢ લાખની રકમ માટે લાંચીયા ડેપ્યુટી ટાઉન પ્લાનર અશ્વિન ટેલરે એવું કહ્યું કે, કાલે હું ફોન કરૂ એટલે આપી જજો એમ કહ્યું હતું.

કે.જે.ચૌધરીએ લાંચનું છટકુ ગોઠવ્યું

જોકે,મેનેજર લાંચ આપવા માંગતો ન હતો, જેથી તેણે આ અંગે એસીબીનો સંપર્ક કરી અશ્વિન ટેલર વિરૂધ્ધ લાંચ માંગવામાં આવતી હોવાની ફ‌રિયાદ આપી હતી. જેના અનુસંધાને એન્ટી કરપ્શન બ્યુરોના મદદનીશ નિયામક નિરવસિંહ ગોહીલના માર્ગદર્શન હેઠળ ટ્રે‌પિંગ ઓફીસર કે.જે.ચૌધરીએ લાંચનું છટકુ ગોઠવ્યું હતું. જેમાં લાંચની રકમ ઉધના દરવાજા ડીસીબી બેંકની બાજુમાં કેનેરા બેંકની સામે આપવાનું નક્કી થયું હતું. ફરિયાદી અને આરોપી અશ્વિન ટેલર લાંચની રકમની આપ-લે કરતા હતા તે સમયે એસીબીની ટીમ ત્રાટકી હતી અને તેને રૂ.૧.૫૦ લાખની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા.

એસીબીને જોઇને ટેલરનો પસીનો છુટ્યો

બીજી તરફ, રેડ પડતા એસીબીને જોઇને ટેલરનો પસીનો છુટ્યો હતો.અશ્વિન ટેલરે રવિવારે લાંચની રકમ લેવા કારમાં આવ્યો હતો. પહેલા મેનેજરને ફોન કર્યા પછી તેણે જગ્યા નક્કી કરી હતી. લાંચની રકમ મેનેજરે તેને કારમાં આપતા એસીબીની ટીમ પહોંચી ત્યારે ટેલરનો પસીનો છુટ્ટી ગયો હતો અને તે કારમાંથી બહાર નીકળી નીચે બેસી ગયો હતો. અશ્વિન ટેલરનો 85 હજારનો પગાર હતો. અગાઉ પણ તે વિવાદોમાં આવ્યો હતો.

ચોક બજારમાં સોરાબજી જે.જે. ટ્રેનીંગ સ્કુલની પાછળ સીએનજી પંપની બાજુમાં આવેલી 195 ચોરસ મીટર સરકારી જગ્યાના અભિપ્રાય આપવાનો કેસ હતો. ટાઉન પ્લાનીંગ વિભાગના ડેપ્યુટી કમિશનર જીવણ પટેલ, ટાઉન પ્લાનર બસાક અને ડેપ્યુટી ટાઉન પ્લાનર અશ્વિન ટેલરે ફેબ્રુઆરી 2017માં જમીનની સોંપણી બાબતે પૂર્વ કમિશનરનો નેગેટિવ રિપોર્ટ હોવા છતાં હકીકતો ગાયબ કરી હોવાનું ભોપાળું ખૂલ્યું હતું. આ કેસમાં માસ્ટર માઇન્ડ અશ્વિન ટેલર હતો. આને લીધે ડેપ્યુટી ટાઉન પ્લાનર અશ્વિન ટેલરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *