9 માર્ચ એટલે કે, આજે દેશ વિદેશમાં લોકો હોળીનો તહેવાર ઉજવાશે. અને સાંજે શહેરભરમાં હોળી પ્રગટાવવામાં આવશે. હોળીને બીજો દિવસ એટલે ધૂળેટી. આ દિવસે લોકો પાણીથી અને રંગોથી રમે છે. ત્યારે પાણીની અછત સર્જાય છે જેના કારણે આ વર્ષે SMC દ્વારા ધૂળેટીએ દોઢ કલાક વધુ પાણી આપવાની પણ જાહેર કરવામાં આવી છે.
નિકોલમાં છેલ્લા 200 વર્ષથી ચાલતા વસંતઉત્સવના કાર્યક્રમનો પણ સોમવારથી પ્રારંભ થશે. ખોડિયાર મંદિરના પરીસરમાં ઉજવાતા આ ઉત્સવમાં હોળી પ્રગટાવવાની સાથે વિવિધ અખાડા, રાસ-ગરબા, તેમજ વેશભૂષા આકર્ષણનું કેન્દ્ર હોય છે. ધૂળેટીના દિવસે તો જાણે ગામ આખુ વસંતના રંગમાં રંગાઈ જાય છે. ધૂળેટીના સવારના સમયે એકબીજા પર રંગોની છોળી ઉડાવ્યા બાદ ગ્રામજનો લેઝિમ, ડંબેલ્સ, લાઠી, પિરામીડ, ફાયર જમ્પ જેવા કરતબો કરે છે. ત્યારબાદ પરંપરાગત ‘ઓડ’ રમતમાં મહિલાઓ ઘૂંઘટ ઓઢીને હાથમાં નેતરની સોટી રાખી પુરૂષોએ પકડેલા હળ પર ફટકારતી જાય છે. લોકવાયકા પ્રમાણે વણઝારાની કોમ અહીંથી પસાર થઇ ત્યારે તેમણે તળાવ બનાવીને ગામની પાણીની સમસ્યા દૂર કરી હતી ત્યારથી દર વર્ષે આ રીતે આ ઉત્સવ મનાવાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.