સુરત સ્મીમેરનું નફફટ વહીવટી તંત્ર- યુરિન સેમ્પલ માટે પુરુષોના ટોઇલેટમાં જવા મજબુર બની મહિલા દર્દીઓ…

સુરતની સ્મીમેર હોસ્પિટલ (Smeemer Hospital, Surat) અવારનવાર વિવાદોમાં ઘેરાતી આવી છે. અવારનવાર બેદરકારીથી લઈને સામાન્ય જનતાને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે ફરી એક વખત માંથી બેદરકારીનો મામલો સામે આવતા ચર્ચાનો વિષય બન્યો છે. જાણવા મળ્યું છે કે હોસ્પિટલમાં મહિલાઓને યુરીન સેમ્પલ માટે પુરુષ ટોયલેટમાં જવાની નોબત આવી રહી છે.

હોસ્પિટલના વહીવટી તંત્રની બેદરકારીના ભોગે યુરીન ટેસ્ટ આપવા આવતી મહિલા દર્દીઓને, ફિમેલ ટોયલેટ હોવા છતાં પુરુષ ટોયલેટમાં જવાનો વારો આવ્યો છે. આવું આજકાલથી નહીં પરંતુ, છેલ્લા બે મહિનાથી થઈ રહ્યું છે. જાણવા મળ્યું છે કે બ્લડ કલેક્શન સેન્ટરના સ્ટાફે ફીમેલ ટોયલેટ પર તાળું મારી દીધું છે. કારણ માત્ર એટલું કે કોમન ફીમેલ ટોયલેટ નો ઉપયોગ માત્ર બ્લડ સેન્ટરના સ્ટાફ જ કરે છે.

જેનાથી મહિલા દર્દીઓને ભારે તકલીફ વેઠવી પડે છે. દર્દીઓના સગાઓને પણ ટોયલેટ બહાર એકબીજાનો પહેરો દેવો પડે છે. મળતી માહિતી અનુસાર, દરરોજ 50 થી વધુ મહિલાઓ યુરેન સેમ્પલ માટે આવે છે, છતાં આ હોસ્પિટલનું નફ્ફટ તંત્ર આંખ ઉઘાડતું નથી.

ટોયલેટ બોર્ડ પરથી ગાયબ કરી દિધો ફીમેલ શબ્દ
હોસ્પિટલમાં બ્લડ કલેક્શન સેન્ટર નજીક ના શૌચાલય પર પુરુષ અને મહિલાના લખાણ વાળા પોસ્ટર હતા. જોકે ત્યાર પછી, સ્ટાફ દ્વારા ફિમેલ ટોયલેટ પર તાળા લગાવી દીધા છે અને ફીમેલ શબ્દ ભૂસી દીધો છે.

સ્થળ તપાસ દરમિયાન ફૂટ્યો ભાંડો
સ્થળ તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, બ્લડ કલેક્શન સેન્ટરના સ્ટાફ માંથી કોઈકે ફિમેલ ટોયલેટ પર તાળું મારી દીધું છે. આ જોઈને તાત્કાલિક સ્ટાફને બોલાવી તાળું ખોલાવવામાં આવ્યું હતું. ડોક્ટર જયેશભાઈ પટેલે જણાવતા કહ્યું હતું કે, તાળું ખોલાવી નાખવામાં આવ્યું છે. હવે આ શૌચાલય દરેક બહેનો ઉપયોગમાં લઈ શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *