સુરત સ્મીમેર હોસ્પિટલમાં મહિલા ગાર્ડનુ રણચંડી રૂપ: ચોરીના આરોપમાં યુવકને જાહેરમાં જ માર્યો ઢોરમાર- જુઓ live વિડીયો

હાલમાં રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી એક સમાચાર સામે આવ્યા છે. સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં મહિલા ગાર્ડનુ રણચંડી રૂપ સામે આવ્યું છે. ચોરીના આરોપસર…

હાલમાં રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી એક સમાચાર સામે આવ્યા છે. સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં મહિલા ગાર્ડનુ રણચંડી રૂપ સામે આવ્યું છે. ચોરીના આરોપસર પકડવામાં આવેલ એક ઇસમને જાહેરમાં ફટકારતો વીડિયો ખુબ વાઇરલ થયો છે કે, જેમાં મહિલા ગાર્ડ દ્વારા ચોરીના આરોપીને તમાચા ઝીંકવામાં આવે છે. આની સાથે જ ખેંચીને બહાર લઈ જવામાં આવે છે.

ચોર રંગેહાથ ઝડપાયો હતો:
ખુબ વાઈરલ થયેલ વીડિયોમાં સ્મીમેર હોસ્પિટલની મહિલા ગાર્ડ એક ઈસમને ખેંચી લાવીને જાહેરમાં માર મારવામાં આવી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થયા પછી લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. મહિલા ગાર્ડના જણાવ્યા પ્રમાણે પકડાયેલ ઈસમ ચોર છે.

આની સાથે જ ચોરી કરતા રંગેહાથે પકડી પાડવામાં આવ્યો હતો. આટલું જ નહીં પણ અવારનવાર હોસ્પિટલમાં આવતા દર્દીઓના કિંમતી સામાનની ચોરી થઈ હોવાની ફરિયાદ સામે આવતી રહે છે. ચોર ઈસમ દુર્વ્યવહાર કરતા જાહેરમાં ફેરવીને શબખ શીખડાવવો ખુબ જરૂરી હતો.

સ્થાનિકો હિંમત જોઈ ચોંકી ગયા:
જો કે, આ બાબતે નજરે જોનાર લોકોએ તમાચા મારતી મહિલા ગાર્ડનું રણચંડી સ્વરૂપ સૌપ્રથમવાર જોયું હોવાથી ચોંકી ગયા હતાં. હોસ્પિટલમાં પોલીસ ચોકી છે એમ છતાં મહિલા ગાર્ડએ ચોરી કરતા ઈસમને પોલીસને સોંપતા પહેલા જે માર મારવામાં આવ્યો છે જેને લઈ કેટલાક લોકોએ પ્રશ્નો ઉઠાવ્યાં હતાં તો કેટલાક લોકોએ મહિલા ગાર્ડની હિંમતને બિરદાવી હતી. આની સાથે જ ચોરી કરતાં લુખ્ખા તત્વોની શાન ઠેકાણે લાવવા માટે આ જ એક રસ્તો હોવાનું પણ જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *