સુરતની ફક્ત 18 વર્ષીય મુસ્લિમ દીકરીએ ટેબલ ટેનીસ સ્પર્ધામાં મેળવી અનોખી સિદ્ધિ, દેશનું નામ કર્યું રોશન

રાજ્યમાં આવેલ સુરત શહેરની દીકરીએ ‘ગુજરાત સ્ટેટ ટેબલ ટેનીસ ટૂર્નામેન્ટ’માં અંડર-૧૯ ચેમ્પીયનશીપ જીતીને ફરી એકવખત સુરતનું નામ રોશન કર્યું છે. જન્માષ્ટમીનાં દિવસે ગાંધીધામમાં આયોજિત ટેબલ…

રાજ્યમાં આવેલ સુરત શહેરની દીકરીએ ‘ગુજરાત સ્ટેટ ટેબલ ટેનીસ ટૂર્નામેન્ટ’માં અંડર-૧૯ ચેમ્પીયનશીપ જીતીને ફરી એકવખત સુરતનું નામ રોશન કર્યું છે. જન્માષ્ટમીનાં દિવસે ગાંધીધામમાં આયોજિત ટેબલ ટેનિસ સ્પર્ધામાં રાજ્યના કેટલાય શહેરમાંથી અનેકવિધ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ફીલ્ઝા ફાતેમા કાદરી છેલ્લા 6 વર્ષથી ટીટી રમે છે તેમજ 30-35 સ્ટેટ તથા 8-10 નેશનલ સાથે આંતર રાષ્ટીય સ્પર્ધામાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરી ચુકી છે.

પરિવારે કહ્યું હતું કે, ટેબલ ટેનિસમાં ગુજરાત તથા સમગ્ર ભારતમાં સુરતનો દબદબો યથાવત રહ્યો છે. હરમીત દેસાઈ તથા માનવ ઠક્કર ભારતીય ટીમનો મહત્ત્વના ખેલાડી છે તો મહિલા ટીમની ખેલાડી ફિલ્ઝા ફાતેમા કાદરી ખુબ પ્રતિભાશાળી ખેલાડી છે.

વર્ષ 2020માં એનું ચૂથ પર્લમાં સૌપ્રથમ ક્રમાંક તો મહિલામાં બીજા ક્રમાંકનું રેન્કિંપ આવ્યું છે. હવે 18 વર્ષની ફિલ્ઝા ફાતેમા કાદરી જુનિયરમાંથી યુથ ગર્લ્સ તેમજ વુમનની સ્પર્ધામાં છે. સામાન્ય પરિવારમાંથી આવતી ફિલ્ઝા ફાતેમા કાદરીના પિતા ઝહુરહુસૈન કાદરી LIC માંથી નિવૃત્ત થયા છે તેમજ ગૃહિણી માતા મૈમુના બન્ને પરિવારમાંથી સ્પોર્ટ્સ સાથે દૂર સુધી કોઈ સંબંધ નથી.

એમ છતાં ફિલ્માને મનગમતી રમતમાં આગળ વધારવા માટે પરિવારમાંથી ભરપૂર મદદ તથા પ્રોત્સાહન મળ્યા છે. ઝહુરહુસૈન (પિતા) જણાવે છે કે, સુરતની વનિતા વિશ્રામ શાળામાં ટેબલ ટેનિસમાં પસંદગી ન થતાં નાનકડી ફિલ્ઝાએ ધુપલી સર પાસેથી સરિતા સાગર માં તાલીમ લીધી હતી.

કેંટિયામાંથી અચાનક જ ટેબલ ટેનિસમાં આવી ગઇ છે. અત્યાર સુધીમાં સુરતના પ્રખ્યાત કેટલાક ખેલાડી તૈયાર કરનાર વાહેદ મલ્લુભાઈ વાળા નામના કોચ પાસે જ તાલીમ મેળવી છે. લોંકડાઉનમાં તેમજ બહાર જવા ન મળ્યું તો ઘરમાં એક ટેબલ વસાવીને એણે એકલી જ પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી.

સૌપ્રથમ વનિતા વિશ્રામ શાળા તેમજ હવે કેન્દ્રીય વિદ્યાલયમાં 12 મા ધોરણમાં અભ્યાસ પૂરો કરીને હવે FY BA માં અભ્યાસ કરતી ફિલ્ઝા કાદરીને જાણનાર તમામ લોકો કહે છે કે, એ ખૂબ આગળ વધવાની છે. સુરતની ઐતિહાસિક ખ્વાજા દાના દશાહની બરાબર સામે રહેતી આ મુસ્લિમ પરિવારની દીકરીએ અહીં પહોંચતાં પહેલા ખુબ મહેનત કરી છે.

ફિલ્ઝા કાદરીએ વર્ષ 2017માં ગર્લ સબ-જુનિયર ચૅમ્પિયનશિપ’માં બ્રોન્ઝ મેડલ જીત્યો ત્યારે ગુજરાતની સૌપ્રથમ કન્યા બની છે કે, જેણે નૅશનલમાં સિલ મેડલ જીત્યો હોય. ફેબ્રુઆરી, વર્ષ 2018માં મસ્કતમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર ભારતીય ટીમમાં પણ એ હતી.

ખુબ ઓછા બોલી ફિલ્ઝા કાદરી હવે રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે તેમજ ભારતના ટેબલ ટેનિસ ખેલાડીઓ માટે આદર્શ ગણાતા શરત ક્રમલ સામેની મૅચ પછી એણે ફિલ્ઝાની રમતની પ્રશંસા કરી હતી. એની રમત અટેકિયા છે. ફિલ્ઝા પુરુષ વિભાગની મૅચ જ જુએ છે કારણ એણે એની રમતની શૈલી એવી જ વિકસાવી છે.

સ્થાનિક લોકો જણાવે છે કે, ગાંધીધામમાં સુરતનું નામ રોશન કરીને પાછી ફરેલી ફિલ્ઝા કાદરી આંતર રાષ્ટીય સ્પર્ધામાં સુરતનું નામ રોશન કરે એવી જ ઈચ્છા રાખીએ છીએ. ફિલ્ઝા એક મધ્યમ વર્ગમાંથી આવતી દીકરી છે. કેટલાક સઘર્ષ કરીને આ મુકામ ઉપર પહોંચી છે. બસ એક જ ઈચ્છા છે કે, ફિલ્ઝા દેશનું ગૌરવ બને તેમજ સમાજમાં માતા-પિતા નું નામ રોશન કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *