સુરત(Surat): શહેરમાં દિવસેને દિવસે ચોરી(Theft)ની ઘટનાઓ વધતી જઈ રહી છે. જાણે કે તસ્કરોને પોલીસનો ડર જ ન રહ્યો હોય તેવી રીતે ચોરી કરીને ફરાર થઇ જાય છે. સુરતમાં અવારનવાર અનેક ચોરીના કિસ્સાઓ સામે આવતા રહે છે. જેમાં અમુક ચોરીમાં કચરાની પેટીઓ પણ તસ્કરો મુક્ત નથી. ત્યારે આવી જ એક ચોરીની ઘટના સામે આવી છે.
સુરતના કતારગામ(Katargam) વિસ્તારના વેડરોડ(Vedrod) વિસ્તારમાં એક અનોખી ચોરીની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક ચોર દૂધ ચોરતો દેખાઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર, રોજ વહેલી સવારે ટેમ્પો લઈને આવેલ આ વ્યકિત દૂધના કેરેટની ચોરી કરે છે. આ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી છે.
બિન્દાસ્ત પણે ણા કોઈનો ડર રાખ્યા વગર દુધની ચોરી કરીને ત્યાંથી ફરાર થઇ જાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કતારગામના આ વિસ્તારમાં રોજ રોજ દૂધ ચોરીને લઈને લોકો પણ હેરાન પરેશાન થઇ ગયા છે. હાલમાં આ સીસીટીવી વિડીયોમાં જોઈ શકો છો કે, કેવી રીતે ખાલી દુધના કેરેટ મુકીને નવા દુધના ભરેલા કેરેટ ટેમ્પામાં મૂકી દે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.