સુરત(Surat)માં આજકાલ ચોરીના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે જાણવા મળ્યું છે કે, સુરતનાં ગોડાદરા(Godadra) વિસ્તારમાં તસ્કરોએ રાત્રી દરમિયાન સાડીની દુકાન(Sari shop) અને એક ઓફિસ (Office)માં ઘૂસીને ચોરી(Stealing)ને અંજામ આપ્યો હતો. જયારે ચોરો દ્વારા અંજામ આપવામાં આવેલ આ ચોરીની ઘટનાને જોતા લાગી રહ્યું છે કે, આ બદમાશોને પોલીસ તંત્રનો કોઈપણ પ્રકારનો ડર રહો નથી.
જેથી ખુલ્લે આમ કોઈપણ ડર વગર ચોરીઓને અંજામ આપી રહ્યા છે. જયારે મળતા અહેવાલ મુજબ આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ હોવાનું કહેવામાં આવ્યું છે. આ ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી છે. જયારે પોલીસને તપાસ દરમિયાન થયેલ ચોરીના CCTV ફૂટેજ પણ મળી આવ્યા હતા અને આ બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી અનુસાર આ ઘટનાને અડધી રાત્રે તસ્કરો દ્વારા અંજામ આપવામાં આવ્યા હતા. તસ્કરો દ્વારા આપવામાં આવલે ચોરીના અંજામની તમામ ઘટના CCTVમાં કેદ થઇ હતી. CCTVમાં કેદ થયેલ આ ચોરીની ઘટનાને જોયા પછી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના સુરતનાં ગોડાદરા વિસ્તાર બની હતી. જયારે કહેવામાં આવી રહ્યું છે કે, મળેલ સીસીટીવી ફૂટેજ પરથી ચોરોને પકડી લેવામાં આવશે. જયારે પોલીસનું કહેવું છે કે, સમગ્ર ઘટનાનો તાળ મેળવી આ આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.