લાઠી(ગુજરાત): આજકાલ રાજ્યમાં ચોરી અને લુંટના બનાવો સતત વધી રહ્યા છે. આ દરમિયાન, ફરીવાર એક ચોરીનો બનાવ સામે આવ્યો છે જેમાં લાઠીમાં આવેલ મહાદેવ ગૃપ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળામા ચાર તસ્કરો દ્વારા 18 મણ વજનની તિજોરીને તોડી નાખી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ, તસ્કરોના હાથમાં કશું આવ્યું ન હતુ.
જાણવા મળ્યું છે કે, ગૌશાળાને 26 હજારનુ નુકશાન જરૂર થયુ હતુ. અહી મહાદેવ ગૃપ ચેરીટેબલ ટ્રસ્ટના ગૌસેવા કેન્દ્રમા 9મી તારીખની રાત્રે બે વાગ્યા આસપાસ ચાર તસ્કરો પ્રવેશ્યા હતા. જેની તસ્વીરો સીસીટીવીમાં પણ કેદ થવા પામી હતી. તસ્કરોએ ઓફિસમાં આવેલ કબાટનુ તાળુ તોડી નાખ્યું હતુ અને કબાનું લોકર પણ તોડી નાખ્યું હતુ. આ ઉપરાંત, તસ્કરોએ સીસીટીવી કેમેરાનુ ડોંગલ પાણીમા નાખી દીધુ હતુ.
ત્યારબાદ તસ્કરો 18 મણ વજનની તિજોરી ઉંચકી ઓફિસમાંથી 50 મીટર દુર પડતર મેદાનમાં લઇ ગયા હતા. બાદમાં તસ્કરોએ આ તિજોરી પણ તોડી નાખી હતી. જોકે, તિજોરીમાંથી તેના હાથમાં કોઇ રકમ આવી ન હતી. તિજોરી, કબાટ અને લોકર તોડી તસ્કરોએ ગૌશાળાને 26 હજારનુ નુકશાન કર્યુ હોવાનું સામે અવાયું છે. આ અંગે ગૌશાળાના પ્રમુખ દ્વારા સ્થાનિક પીએસઆઇને લેખિત ફરિયાદ આપવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.