આખરે યુટ્યુબ પર આવી ગયું બાદશાહ અને સહદેવનું સોંગ ‘બસપન કા પ્યાર’ તમે જોયું કે નઈ!

‘બચપન કા પ્યાર’ ગીતના સોશિયલ મીડિયા દ્વારા દેશભરમાં લોકપ્રિય બનનાર સહદેવ દીર્ડોનું પ્રથમ ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત પ્રખ્યાત રેપર બાદશાહે બનાવ્યું છે.…

‘બચપન કા પ્યાર’ ગીતના સોશિયલ મીડિયા દ્વારા દેશભરમાં લોકપ્રિય બનનાર સહદેવ દીર્ડોનું પ્રથમ ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત પ્રખ્યાત રેપર બાદશાહે બનાવ્યું છે. ગીતનું નામ પણ ‘બચપન કા પ્યાર’ રાખવામાં આવ્યું છે. આ ગીતને રૈપનો ઉપયોગ કરી બાળપણથી લઈને મોટા થવા સુધીની લવ સ્ટોરી બતાવવામાં આવી છે. આ ગીતને લઈને ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા ચાલી રહી હતી. આખરે આ ગીત આજે રિલીઝ થયું છે.

સહદેવ દીર્ડોએ બાદશાહ સાથે ‘બચપન કા પ્યાર’ ગીત પર અભિનય કરતો જોવા મળે છે. આ ગીત રજૂ થયાને થોડો જ સમય થયો છે અને તે યુટ્યુબની ખાસ યાદીમાં આવી ગયો છે. સહદેવ, બાદશાહ સિવાય આ ગીત આસ્થા ગિલ અને રિકોએ એક સાથે ગાયું છે. ગીતના શબ્દો બાદશાહે લખ્યા છે. બાદશાહે તેની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર ‘બચપન કા પ્યાર’ ગીત રજૂ કર્યું છે.

‘બચપન કા પ્યાર’ ફેમ સહદેવ દીર્ડો છત્તીસગઢના સુકમાનો રહેવાસી છે. તેના ગીતો પર ઘણી રીલ્સ પણ બનાવવામાં આવી છે. સાથે જ બાદશાહની વાત કરીએ તો તેણે ઇન્ડસ્ટ્રીને ઘણા હિટ ગીતો આપ્યા છે. તેમાંથી ડીજે વાલે બાબુ, વખારા સ્વાગ, મૂવ યોર લક, ચુલ, સ્ટારડે, હેપ્પી હેપી ખૂબ જ ફેમસ થયા. તાજેતરમાં જ તેમનું અને જેકલીનનું પાની-પાની ગીત રિલીઝ થયું હતું જેને પણ લોકોએ ખુબ પસંદ કર્યું હતું. ત્યારબાદ હવે ‘બચપન કા પ્યાર’ ગીત આજે રજુ કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *