મકરસંક્રાંતિનાં દિવસે અહીંયાના લોકોએ એવી અનોખી પૂજા કરી કે, વાયુવેગે વાયરલ થઇ રહ્યા છે આ દ્રશ્યો

ભગવાનને પ્રસન્ન કરવાં માટે ભક્તો સતત પ્રયત્નો કરતાં રહેતાં હોય છે ત્યારે હાલમાં એક એવાં સમાચાર સામે આવી રહ્યાં છે કે, જેને જાણીને આપને ખુબ આશ્વર્ય થશે. ભક્તો પોતાના ભગવાનને રીઝવવા માટે કેટલાક ઉપાયો અથવા તો કેટલીક રીત અપનાવતાં હોય છે.

આપણે જાણીએ છીએ કે, કેટલાક લોકો મંદિરમાં માનતા પણ રાખતાં હોય છે. માનતામાં જો પોતાની ઈચ્છા પૂર્ણ થાય તો વાળ ઉતારાવવા, પગપાળા ઉઘાડા પગે ચાલતા ચાલતા દર્શને આવવું, પશુ બલિ જેવી માનતા રાખે છે. આપણે લોકોને હજુ માનતા પૂર્ણ થઈ એમ કરીને વાળ ઉતારાવતા અથવા તો પછી પશુ બલિ ચઢાવતા જોયા કે સાંભળ્યા છે.

તેમાં કોઈ ના નથી કે બધા લોકોની અલગ અલગ શ્રદ્ધા તેમજ આસ્થા રહેલી હોય છે અલગ-અલગ વિચારો તથા પૂજા વિધિ માટે અનેકવિધ રીત પણ હોય છે. આજે અમે આપની માટે ભગવાનને રીઝવવા એક અનોખી રીતની એક ઝલક લઈને અમે આવ્યા છીએ.

ભક્તિમાં ડૂબેલી વ્યક્તિ પોતાના આરાધ્ય માટે કંઈ પણ કરવા માટે તૈયાર હોય છે. ત્યારપછી તે ભલે વાત પોતાના જીવ આપવાની જ કેમ નહીં હોય, તે એ વાતની ચિંતા પણ નથી કરતી. ભક્ત તો બસ એક વાત વિચારે છે કે, તે કઈ રીતે પોતાના ભગવાનને પ્રસન્ન કરે.

અત્યાર સુધી તમે એવી વાતો સાંભળી હશે કે, ભક્તો આગના સળગતા અંગારા પર ચાલીને ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરતાં હોય છે. આવું જ ફરી એકવાર કર્ણાટકના એક ગામમાં જોવા મળ્યું છે કે, જ્યાં લોકો ભગવાન અયપ્પાની ખૂબ જ અનોખી રીતે પૂજા કરી રહ્યાં છે.

અહીં નોંધનીય છે કે, મકર સંક્રાંતિના પાવન પર્વ પર કર્ણાટકમાં આવેલ એક ગામમાં ભગવાન અયપ્પાની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. જ્યાં ભક્ત સળગતા અંગારાઓ પર ચાલીને, ગરમ તેલમાં હાથ ડૂબાડીને ભગવાન અયપ્પાની પૂજા કરી રહ્યાં છે.

મકર જ્યોતના અવસર પર કર્ણાટકમાં આવેલ શિવ અયપ્પા જિલ્લાના કુડિગેરે ગામથી કેટલીક તસવીરો સામે આવી રહી છે કે, જેમાં તમે જોઈ શકો છો કે, કેવી રીતે ભગવાન અયપ્પાની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. ભક્તોએ મકર જ્યોતના અવસર પર સળગતા અંગારા પર ચાલીને ગરમ તેલમાં હાથ ડૂબાડતા ભગવાન અયપ્પની વિશેષ પૂજા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *