સમગ્ર ભારત દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને કેટલાક લોકોને આ કોરોના પોતાના ભરડામાં લઇ રહ્યો છે. ત્યારે દેશમાં સરકારી અને ખાનગી હોસ્પીટલમાં બેડ અને ઓક્સીજનની અછત સર્જાઈ છે. આવી સ્થિતિ સર્જાવા છતાં પણ લોકો સાવચેત રહેતા નથી અને બેદરકારી દાખવી રહ્યા છે. ત્યારે વધી રહેલા કોરોનાના સંક્રમણને જોતા કેટલીક જગ્યા પર લોકોને કોરોનાનો ડર જ નથી લાગી રહ્યો એવું લાગી રહ્યું છે. ત્યારે આવો જ એક કિસ્સો સાણંદ તાલુકામાં બન્યો છે. જાણીએ શું છે સમગ્ર કિસ્સો…
છેલ્લા ઘણા સમયથી સાણંદમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે સાણંદ તાલુકામાં આવેલ નિધરાડ ગામ અને નવાપુરા ગામમાં રહેતા ગામ વાસીઓને જાણે કે કોરોનાનો કોઈ ભય જ ના હોય તેવો કિસ્સો બન્યો છે. નિધરાડ અને નવાપુરા ગામમાં બળિયાદેવના મંદિરે પાણી ચઢાવવાનો ધાર્મિક પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો. આ ઉજવવામાં આવેલ ધાર્મિક પ્રસંગોમાં એક સાથે હજારો લોકોની ભીડ ઉમટી પડી હતી.
આ બંને ગામના લોકો પાસેથી જાણવા મળ્યું છે કે, આ ગામના રહેવાસીઓએ કોરોના વાયરસથી બચવા માટે ગામમાં આવેલા બળિયાદેવના મંદિરે પાણી ચઢાવવાની માનતા રાખવામાં આવી હતી. જેને લીધે ગામવાસીઓએ બળિયાદેવના મંદિરે પાણી ચઢાવવા માટે ડીજે અને ઢોલ નગારાના તાલે પહોચ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં તે ગામની મહિલા અને બીજા અન્ય લોકો પણ ભેગા થયા હતા. આ ધાર્મિક કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારની પોલીસ મંજુરી લેવામાં આવી ન હતી. જયારે આ કાર્યક્રમનો વિડીઓ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો ત્યારે ચાંગોદર પોલીસ તરત જ નવાપુર ગામમાં આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા સામે આવ્યું હતું કે, આ ધાર્મિક પ્રસંગનું આયોજન ધર્મેન્દ્ર વાઘેલા, કૌશિક પટેલ, કિશન ઠાકોર અને દશરથ ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા આ લોકોએ ભીડ કરીને સરકારની માર્ગદર્શિકાનો ભંગ કરવા હેઠળ ગુનો નોધવામાં આવ્યો છે અને ડીજે લઈને આવનારા મહેશ ઠાકોર નામના યુવક સામે પોલીસે દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે.
નિધરાડ ગામ અને નવાપુરા ગામમાં જયારે આ ધાર્મિક કાર્યક્રમમાં બળિયાદેવના મંદિરે પાણી ચઢાવવા જતા સમયે મોટાભાગની મહિલાએ માસ્ક પણ પહેર્યું ન હતું અને સરકારી નિયમોના પણ ખુલ્લે આમ ધજાગરા ઉડ્યા હતા. આ પ્રકારે લોકોની ભીડ ભેગી થતા કોરોનાના સંક્રમણમાં વધારો થઈ શકે છે. આ ભેગી કરવામાં આવેલી ભીડમાં જો કોઈ એક વ્યક્તિ પણ કોરોના પોઝીટીવ હોય તો અન્ય લોકો પણ સંક્રમિત થઈ શકે છે. આ સમગ્ર ઘટના મુદ્દે સાણંદ પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.