રાજ્યમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત- ગાંધીનગર SOGએ MD ડ્રગ્સ સાથે બે આરોપીને દબોચી પાડ્યાં, જાણો વિગતવાર

Gandhinagar Drugs Seized news: રાજ્યમાં ડ્રગ્સ પકડવાનો સિલસિલો યથાવત ચાલી રહ્યો છે. રાજ્યના ગ્રીન સીટી તરીકે ઓળખાતું ગાંધીનગર ખાતેથી MD ડ્રગ્સ સાથે બે આરોપી પકડી પાડવામાં આવ્યા છે. ગાંધીનગર SOGએ MD ડ્રગ્સ સાથે બે આરોપીને દબોચી (Gandhinagar Drugs Seized news) લેવામાં આવ્યા છે. 33 હજારથી વધુ કિંમતનું 3.320 ગ્રામ MD ડ્રગ્સ SOG પોલીસે જપ્ત કરી લેવામાં આવ્યું છે. પોલીસે મોબાઈલ અને બાઇક પણ આરોપીઓ પાસેથી કબજે કરી વધુ કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે.

અગાઉ પોરબંદરથી ઝડપાયું હતું
થોડા સમય પહેલા રાજ્યના પોરબંદરના મધદરિયેથી 3 હજાર કિલો ડ્રગ્સનો જથ્થો પકડ્યો હતો. ડ્રગ્સના જથ્થા સાથે 5 ખલાસીઓને પણ પકડી લેવાયા હતા. દુશ્મન દેશમાંથી ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના આ મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યું હતુ. મળતી માહિતી અનુસાર, નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો,ઇન્ડિયન નેવી,કોસ્ટગાર્ડ અને ગુજરાત પોલીસે સમગ્ર ઓપરેશન પાર પાડ્યુ હતું. ડ્રગ્સની સાથે ઝ઼ડપાયેલા પાંચેય ખલાસીઓ ઇરાનના હોવાનું અને બોટ પણ ઇરાનની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.

છેલ્લા બે વર્ષમાં કરોડોનું ડ્રગ્સ ઝડપાયું
રાજ્યમાં ડ્રગ્સ મેળવાનો ઘટનાઓ યથાવત ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર, વિધાનસભા સત્રમાં ડ્રગ્સ પકડવાના કેસનો આંકડો ગૃહ મંત્રીએ રજૂ કર્યો હતો. તે અનુસાર ગુજરાતમાં વર્ષ 2022-23માં NDPSના 512 જેટલા કેસ નોંધાયા છે. છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાંથી કુલ 5338 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. તેમણે વધુમાં આંકડા રજૂ કરતા દ્રારકામાંથી બે વર્ષમાં રૂપિયા 1 લાખ 76 હજારનું MD ડ્રગ્સ પકડાયું છે.

દ્વારકામાંથી કુલ રૂપિયા 2 લાખ 40 હજારથી વધુ કિમંતના કફ સીરપના 1622 નંગ જપ્ત કરવામાં આવ્યો હતો. અને તેની સાથો સાથ દ્વારકામાં 15,વડોદરા શહેર અને ગ્રામ્યમાંથી 87 લોકોની ધરપકડ કરવામાં આવી. વડોદરા શહેરમાંથી રૂપિયા 56 લાખ 32 હજારથી વધુનું મેફેડ્રોન ડ્રગ્સ પકડાયું. વડોદરા ગ્રામ્યમાંથી રૂપિયા 25 લાખ 37 હજારથી વધુનું મેફેડ્રોન ડ્રગ્સ પકડાયું જ્યારે દ્વારકા નજીક સમુદ્ર બોર્ડર હોવાથી તેને વિજિલન્ટ એરિયા તરીકે રખાયો છે.