અમદાવાદમાં ફરી એકવાર ડોક્ટરોએ સરકાર સામે બાંયો ચઢાવી છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલનાં કોરોનાની સારવારનાં વિવિધ મુદ્દે હલ્લાબોલ કર્યું હતું. અને કલેક્ટર કચેરી ખાતે અઢી કલાક સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને હાય હાયનાં નારાં લગાવ્યા સાથે રામધૂન બોલાવી હતી. ડૉક્ટરો દર્દીને સારા કરવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે. છતાં પણ ડૉક્ટરોને તંત્ર દ્વારા આઇસોલેશન જેવી સુવિધા પણ આપવામાં અવતી નથી. જેના લઇને રોષે ભરાયેલા ડૉક્ટરોએ કલેક્ટર કચેરી પર જઈને રસ્તા પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર સોલા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સોલા સિવિલના 100થી વધુ ઈન્ટર્ન તબીબો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ડોક્ટરોએ આક્ષેપ કર્યો હતો કે તેઓને રોટેશનમાં કોરોનામાં ડ્યુટી આપવામાં આવે છે પરંતુ આઇસોલેશનની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી. આઇસોલેશન વોર્ડની માંગણીને લઇને ડૉક્ટરોએ કલેક્ટર કચેરી બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ડૉક્ટરોએ સુત્રોચ્ચાર કરોને રામધુન બોલાવીને વિરોધ દર્શાવ્યો હતો. ક્લેક્ટરે ટેલિફોનિક વાતચીતમાં આદેશ આપ્યા હતા. ડૉક્ટરોને રહેવાની અને અન્ય જરૂરિયાત પૂર્ણ કરવા આદેશ અપાયા હતા.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં અવારનવાર ડૉક્ટરોનો અલગ-અલગ હોસ્પિટલમાં વિરોધ સામે આવી રહ્યો છે. ક્યારેક ડૉક્ટરોએ સુરક્ષાના પૂરતા સાધનો બાબતે વિરોધ કરવો પડે છે, તો ક્યારેક પગારને લઇને વિરોધ સામે આવે છે, ત્યારે હવે આઇસોલેશન વોર્ડની માંગને લઇને વિરોધ સામે આવ્યો છે.
આ વાંચો:
અમદાવાદમાં ફરીવાર ડોક્ટરોની હડતાલ- હવે સિવિલના સ્વાસ્થ્યકર્મીઓએ કામ બંધ કર્યું
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news