આજે વિક્રમ સંવત 2076ના જ્યેષ્ઠ કૃષ્ણ અમાસને રવિવારે મિથુન રાશિમાં વર્ષનું સૌથી મોટુ કંકણાકૃતિ ચૂડામણિ સૂર્યગ્રહણ થવાનું છે. ખગોળીય રીતે આ ઘટના ખુબજ મહત્વ ધરાવે છે સાથે સાથે ધાર્મિક દૃષ્ટીએ પણ ગ્રહણનું ખુબજ મહત્વ રહેલુ છે.
#अहमदनगर : नगर शहरातील #सूर्यग्रहण2020 ची ११ वाजून ५ मिनिटांची स्थिती ( फोटो – श्रीकांत वंगारी ) @vijayholamMT @MTAhmednagar #सूर्य_ग्रहण pic.twitter.com/VazUGiI57u
— SANDIP V KULKARNI (@sandipkulMT) June 21, 2020
21 જૂને સૂર્યગ્રહણના દિવસે, સૂર્ય કર્ક રેખાથી એકદમ ઉપર આવી જશે. 21 જૂનને વર્ષનો સૌથી મોટો દિવસ માનવામાં આવે છે. 21 જૂને મિથુન રાશિ અને મૃગશિરા નક્ષત્રમાં આ ગ્રહણ થઈ રહ્યુ છે. ભારતમાં આ ગ્રહણ દેખાશે અને ગ્રહણ કાળ માન્ય રહેશે. આ ગ્રહણ ભારત સહિત એશિયા, આફ્રિકા, યુરોપ તથા મધ્ય આફ્રિકામાં દેખાશે.
#SolarEclipse2020 as seen from different parts of India
(? credit: ANI) pic.twitter.com/Xh45mXd28v
— NDTV (@ndtv) June 21, 2020
વર્ષ 2020 નું ત્રીજું ગ્રહણ શરૂ થયું છે. આ સૂર્યગ્રહણમાં માત્ર સૂર્યનો ભાગ દેખાશે જ્યારે મધ્ય ભાગ ચંદ્રની છાયાથી સંપૂર્ણ આવરી લેવામાં આવશે. તેને રીંગફાયર પણ કહેવામાં આવે છે. આ ગ્રહણ સમયે, દિવસ દરમિયાન ઘણા વિસ્તારોમાં અંધકાર રહેશે.
Start#SolarEclipse2020 pic.twitter.com/KVbMvz3KS8
— Rohit_more (@R09hit) June 21, 2020
સૂર્યગ્રહણ સવારે 10.20 વાગ્યે પ્રારંભ થઈ ચૂકયો છે અને બપોરે 01.49 વાગ્યે સમાપ્ત થશે. ગ્રહણનો કુલ સમયગાળો 3 કલાક 28 મિનિટનો રહેશે. બપોરે 11 કલાક 51 મિનિટ પર ગ્રહણ તેની ચરમ સીમા ઉપર જોવા મળશે.
Gujarat: #SolarEclipse2020 seen in the skies of Gandhinagar.
The solar eclipse will be visible until 1:32 PM with maximum visibility of the eclipse at 11:42 IST. It will be visible from Asia, Africa, the Pacific, the Indian Ocean, parts of Europe and Australia. pic.twitter.com/Lp0xs53JoF
— ANI (@ANI) June 21, 2020
આજે આખા વર્ષનો સૌથી લાંબો દિવસ છે અને આજના દિવસે જ સૂર્યગ્રહણની શરૂઆત થઇ ગઈ છે.આશરે 25 વર્ષ બાદ વલયાકાર એટલે વીંટીના આકાર જેવો દેખાતો સૂર્યગ્રહણ શરુ થઈ ગયું છે. સૂર્યગ્રહણ દરમ્યાન ભારતના કેટલાક શહેરોમાં રીંગ ઓફ ફાયર એટલે કે, વીંટી આકારમાં ચમકતું સૂર્યગ્રહણનો નજરો જોવા મળશે. આ પહેલા વર્ષ 1995માં આવું ગ્રહણ જોવા મળ્યું હતું.
Rajasthan: #SolarEclipse2020 seen in the skies of Jaipur.
The solar eclipse will be visible until 1:44 PM with maximum visibility of the eclipse at 11:55 IST. It will be visible from Asia, Africa, the Pacific, the Indian Ocean, parts of Europe and Australia. pic.twitter.com/MnnFvua1St
— ANI (@ANI) June 21, 2020
કયાં દેખાશે ગ્રહણ:
આ ગ્રહણ ભારત સાથે નેપાળ, પાકિસ્તાન, સાઉદી અરેબિયા, યુએઈ, ઇથોપિયા અને કોંગોમાં દેખાશે. નવી દિલ્હી, ચંડીગઢ, મુંબઇ, કોલકાતા, હૈદરાબાદ, બેંગ્લોર, લખનઉ, ચેન્નાઈ, સિમલા એવા કેટલાક પ્રખ્યાત શહેરો છે જ્યાંથી આંશિક સૂર્યગ્રહણ જોવા મળશે. એક પરિપત્ર સૂર્યગ્રહણ દહેરાદૂન, સિરસા અને તેહરી જોઇ આવશે. આ સૂર્યગ્રહણ ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા ખંડ અને ઓંસ્ટ્રેલિયાના મોટાભાગના દેશોમાં દેખાશે નહીં.
Haryana: #SolarEclipse2020 as seen in the skies of Kurukshetra. pic.twitter.com/LCpg8ltvJk
— ANI (@ANI) June 21, 2020
સૂર્ય ગ્રહણ એટલે શું?
સૂર્યગ્રહણ એ એક સામાન્ય ખગોળીય ઘટના છે. જે પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવતા ચંદ્રને કારણે થાય છે. આ સમય દરમિયાન, ચંદ્રની છાયા પૃથ્વી પર પડે છે. જ્યાં આ પડછાયો પડે છે, તે અંશત અંધકારમય બની જાય છે. 21 જૂને સૂર્યગ્રહણ જોવા માટે આગની વીંટી જેવું દેખાશે. આ સમયગાળા દરમિયાન, સૂર્યનો 88 ટકા ભાગ ચંદ્રની છાયામાં રહેશે, જે સૂર્યની બાજુનો ભાગ રિંગની જેમ દેખાશે. તેને ‘રીંગફાયર’ કહે છે.
Maharashtra: #SolarEclipse2020 seen in the skies of Mumbai.
The solar eclipse will be visible until 3:04 PM. The maximum eclipse will take place at 12:10 IST. It will be visible from Asia, Africa, the Pacific, the Indian Ocean, parts of Europe and Australia. pic.twitter.com/n32nzIXYDR
— ANI (@ANI) June 21, 2020
આવું દેખાય રહ્યું છે સૂર્ય ગ્રહણ
આ સૂર્ય ગ્રહણ ચમકતા સોનાના કંકણ જેવુ દેખાય રહ્યું છે આથી જ તેને કંકણાકૃત સૂર્ય ગ્રહણ કહેવામાં આવે છે. આ ખગોળીય ઘટનાને જોવી ખુબજ દુર્લભ માનવામાં આવે છે. આપણે ત્યાં ધાર્મિક દૃષ્ટીએ પણ એટલુ જ મહત્વ રહેલુ છે. જો કે ગ્રહણને નરી આંખોએ ક્યારેય ન જોવુ જોઇએ કેમકે તેનાથી આંખોને ખરાબ અસર થાય છે. આ ગ્રહણને જોવા માટે સોલર ચશ્મા, ટેલીસ્કોપ, પિન હોલ કેમેરા, ટેલીસ્કોપ, સૂર્ય ગ્રહણ પ્રોજેક્ટર, સોલાર દૂરબીનનો ઉપયોગ કરવો જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news