ડિસેમ્બર માસનાં આશરે મધ્યમાં એટલે કે, 14 ડિસેમ્બરનાં રોજ સૂર્યગ્રહણ યોજાવવા માટે જઈ રહ્યું છે. આ સૂર્યગ્રહણ વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ રહેશે. આ સૂર્યગ્રહણનો પ્રભાવ બધી રાશિઓ પર પણ થશે. તો જાણો ક્યાં દેખાશે સૂર્યગ્રહણ તેમજ તેની અસર કેવી રહશે.
ક્યારે સૂર્યગ્રહણ થશે…
સૂર્યગ્રહણ 14 ડિસેમ્બર 2020નાં દિવસે થશે. સૂર્યગ્રહણ ભારત દેશમાં સાંજે 7 વાગીને 3 મિનિટે ચાલુ થશે. આ ગ્રહણ 15 ડિસેમ્બરનાં રોજ મધરાતે 12 વાગીને 23 મિનિટે પૂરું થશે. પંચાંગ મુજબ સૂર્યગ્રહણ આશરે 5 કલાક સુધી ચાલશે.
આ દેશોમાં સૂર્યગ્રહણ દેખાશે…
સૂર્યગ્રહણ ખાસ કરીને દક્ષિણ અમેરિકા, સાઉથ આફ્રિકા તેમજ પ્રશાંત મહાસાગરનાં ઘણા ભાગોમાં દેખાશે. 14-15 ડિસેમ્બરનાં રોજ લાગનારું આ ગ્રહણ ખંડગ્રાસ સૂર્યગ્રહણ હશે તેમજ તે ભારત દેશમાં પણ દેખાશે.
સૂતક પણ લાગશે
સૂર્યગ્રહણમાં સૂતક કાળ માન્ય ગણાશે. સૂર્યગ્રહણનાં 12 કલાક અગાઉ સૂતક કાળ ચાલુ થશે. એમાં કોઈ પણ શુભ કાર્ય થઇ શકશે નહીં. આ ઉપરાંત નાના બાળકો તેમજ ગર્ભવતી સ્ત્રીઓએ ખાસ સાવધાની રાખવાની રહેશે. સૂતક કાળમાં ભગવાનનું સ્મરણ કરવું તેથી અણધારી સમસ્યાઓને ટાળી શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle