સૂર્યમાં અચાનક વિસ્ફોટ થયો અને તેની અસર ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં જોવા મળી શકે છે. વિસ્તૃતમાં જણાવીએ તો સૂર્યના હલનચલનનું ચક્ર ચાલુ રહે છે. ઘણા સમય થી આપણા સૌરમંડળનો સૌથી મોટો તારો વિચિત્ર વર્તન કરી રહ્યો છે. NASA નું કહેવું છે કે વારંવાર વિશાળ સૌર વિસ્ફોટ થવાની સંભાવના રહેલી છે. અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ તેની ચેતવણી આપી છે. આ વિસ્ફોટ અને તેમાં વધારો વર્ષ 2025 સુધી ચાલુ રહેવાની સંભાવના છે.
આ વિસ્ફોટના કારણે ઉપગ્રહો અને અવકાશયાત્રીઓને અસર થઈ શકે છે.મળતી માહિતી અનુસાર સૂર્યની સપાટી પરના ગાઢ ચુંબકત્વના પ્રદેશમાંથી અચાનક બીજી સૌર જ્વાળા બહાર આવી. જેના કારણે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના ભાગોમાં કામચલાઉ રેડિયો બ્લેકઆઉટ થઈ ગયો છે. અહેવાલો મુજબ, NASA ની સોલાર ડાયનેમિક્સ ઓબ્ઝર્વેટરીએ M5-ક્લાસની મધ્યમ-શક્તિની સોલર ફ્લેર રેકોર્ડ કરી છે.
વધુમાં માહિતી મળી છે કે આ જ્વાળા 6 નવેમ્બરના રોજ સૂર્ય પર બનેલા સનસ્પોટમાંથી બહાર આવી હતી. જેને લઈને કિરણોત્સર્ગ થયો, જેણે પૃથ્વીના વાતાવરણને આયનીકરણ કર્યું.સનસ્પોટ્સ એ સૂર્યની સપાટી પરના ઘેરા વિસ્તારો છે, જ્યાં વિદ્યુત ચાર્જના પ્રવાહ દ્વારા બનાવેલ શક્તિશાળી ચુંબકીય ક્ષેત્રો તૂટી જતાં પહેલાં ગાંઠોમાં જોડાય છે. એવું કહેવાય છે કે સનસ્પોટમાંથી કોરોનલ માસ ઇજેક્શન (CME) પણ બહાર કાઢવામાં આવ્યું હતું. જેમાંથી સૌર જ્વાળા બહાર નીકળી હતી, પરંતુ તેનું લક્ષ્ય પૃથ્વી ન હતું.
વૈજ્ઞાનિકોને પણ આશ્ચર્યચકિત કરી દીધા જયારે સૌર જ્વાળા અણધારી રીતે ભડકી. SpaceWeatherLive એ ટ્વિટર પર જણાવ્યું કે અમને દુઃખ છે કે આ ઇવેન્ટ માટે કોઈ એલર્ટ નથી. સૌર જ્વાળાની જ્વાળા એ એક આવેગ હતો. સૌર જ્વાળાઓને સરળ ભાષામાં સમજવા માટે, જ્યારે સૂર્યની ચુંબકીય ઊર્જા છૂટી જાય છે, ત્યારે તેમાંથી નીકળતા પ્રકાશ અને કણોમાંથી સૌર જ્વાળાઓ બનતી હોઈ છે. આપણા સૌરમંડળમાં સૌથી શક્તિશાળી વિસ્ફોટો છે, જે અબજો હાઇડ્રોજન બોમ્બની તુલનામાં ઊર્જા મુક્ત કરે છે.અને CME એ સૌર પ્લાઝ્માના મોટા વાદળો છે.
સૌર વિસ્ફોટ પછી, આ વાદળો અવકાશમાં સૂર્યના ચુંબકીય ક્ષેત્રમાં ફેલાય છે. અવકાશમાં તેમના પરિભ્રમણને કારણે, તેઓ વિસ્તરે છે અને કેટલીક વાર તો તેઓ કેટલાક લાખ માઇલના અંતર સુધી પહોંચે છે. કેટલીકવાર તેઓ ગ્રહોના ચુંબકીય ક્ષેત્ર સાથે પણ અથડાય છે. જયારે જ્યારે તેમની દિશા પૃથ્વી તરફ હોય છે, ત્યારે તેઓ ભૌગોલિક ચુંબકીય વિક્ષેપ પેદા પણ કરી શકે છે. તાજેતરના સમયમાં સૌર પ્રવૃત્તિ અત્યંત વધી રહી છે, તેના કારણે રેડિયો અંધારપટ થઈ ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.