સુરતમાં પેટ્રોલિંગ સમયે હાર્ટ એટેક આવતા 2 સેકન્ડમાં જ આંબી ગયો કાળ- રસ્તા પર ઢળી પડતા RAF જવાનનું મોત

Published on Trishul News at 2:54 PM, Fri, 25 August 2023

Last modified on August 25th, 2023 at 2:55 PM

RAF jawan dies of heart attack in Surat: હાલ રાજ્યમાં હાર્ટએટેકના કિસ્સાઓ સામે આવે છે. તેમાં હાલ સુરતના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ બજાવતા RAF ના જવાન શહીદ થયા છે. લિંબાયત વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન રસ્તા પર ઢળી પડ્યો હતો. જેથી સાથી જવાનો(RAF jawan dies of heart attack in Surat) તેને સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરએ તેમને મૃત જાહેર કર્યા હતા.જવાનના રિપોર્ટમાં હાર્ટ એટેક આવ્યો હોવાનું જણાવામાં મળ્યું હતું. ત્યારબાદ એરપોર્ટ ખાતેથી જવાનના મૃતદેહને સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી.

પેટ્રોલિંગ કરતા સમયે ચક્કર આવ્યા હતા
તેઓ મૂળ ઉત્તરપ્રદેશના 58 વર્ષીય ધરમપાલ RAFમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. હાલ તેઓ લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ બજાવતા હતા. તે દરમિયાન ગત રોજ રૂટિન પ્રમાણે લિંબાયત વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરતા સમયે તેઓ ચક્કર આવ્યા બાદ ઢળી પડ્યા હતા, ત્યારબાદ સાથી જવાનો તમને લઈને સ્મીમેર હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા.

પ્રાથમિક તારણ હાર્ટ એટેકનું આવ્યું
સ્મીમેર હોસ્પિટલમાં ધરમપાલના રિપોર્ટ કરતા પ્રાથમિક તારણ હાર્ટ એટેકનું આવ્યું હતું, ત્યારપછી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ધરમપાલના નિધન અંગે RSF દ્વારા તેમના પુત્રને જાણ કરવામાં આવી હતી, ત્યારપછી મૃતદેહને હવાઈ માર્ગે મૃતદેહ વતન ઉત્તરપ્રદેશ મોકલવામાં આવ્યો હતો.

સન્માન સાથે વિદાય આપવામાં આવી
સુરત એરપોર્ટ ખાતે સુરત સિટી પોલીસ, RAF જવાનો અને BSF જવાનોની હાજરીમાં સન્માન સાથે તેમને વિદાય આપવામાં આવી હતી. જવાન શહીદ થાય તેણે જે રીતે સન્માન આપવામાં આવે તે રીતે જ વિદાય આપવામાં આવી હતી. હાજર સૌ કોઈએ તેમને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.

Be the first to comment on "સુરતમાં પેટ્રોલિંગ સમયે હાર્ટ એટેક આવતા 2 સેકન્ડમાં જ આંબી ગયો કાળ- રસ્તા પર ઢળી પડતા RAF જવાનનું મોત"

Leave a comment

Your email address will not be published.


*