સુરતમાં મોડી રાત્રે સર્જાયો ગંભીર અકસ્માત- માતાનું મોત, દેવદૂત બનીને આવેલ પોલીસકર્મીએ 8 મહિનાની બાળકીનો જીવ બચાવી આપ્યું નવજીવન

Published on Trishul News at 1:09 PM, Fri, 25 August 2023

Last modified on August 25th, 2023 at 1:10 PM

Accidental death of mother in Surat: સુરતમાં અકસ્માતનો સિલસિલો યથાવત ચાલી રહ્યો છે. સુરતમાં ગઈ કાલે રાત્રે ખજોદ ગામ કહતે એક કાર ડમ્પર પાછળ ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાળકીની(Accidental death of mother in Surat) હાલત ખૂબ જ ગંભીર હતી. જેને પોતાની જ દીકરી હોય તેમ બે પોલીસ અધિકારીઓએ હોસ્પિટલ પોહોચડી અને તેનો જીવ બચાવ્યો હતો.

બાળકીની સ્થિતિને જોતા સિવિલ હોસ્પિટલના ડોકટરતો ત્યાં સુધી કીધું કે જો થોડું પણ મોડું થયું હોત તો આ બાળકી બચી શકી ન હોત. તો અકસ્માતમાં દીકરીની માતાનું ઘટનાસ્થળે મોત જ્યારે અન્ય યુવક ઇન્દ્રજિત ટેલરનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. તો મૃતક ઇન્દ્રજિત ટેલરના પુત્રએ કારચાલક અમિત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અકસ્માત સ્થળે પોલીસ કર્મચારી પહોંચ્યા હતા
અમિત નામનો યુવક તે પોતાની પત્ની ભાવિકા, 8 મહિનાની દીકરી અને મિત્ર સાથે પોતાની કારમાં ચીખલીથી રાંદેર આવતો હતો. તે સમયે ખજોદમાં ડાયમંડ બુર્સ પાસે કાર ડમ્પર પાછળ ઘૂસી જતા એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત પછી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ત્યાં લોકો એકઠા થઈ ગયા હતા. આ સમયે પોતાની ડ્યૂટી પૂરી કરી ઘરે પરત ફરી રહેલા બે પોલીસ કર્મચારી સચિન પોલીસ સ્ટેશનના ભરત ડાંગર અને સચિન GIDC પોલીસ સ્ટેશનના હિતેન્દ્રસિંહ ચાવડા અકસ્માત સ્થળે પહોંચ્યા હતા.

બાળકીને કારમાં લઇ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી ગયા
અકસ્માત સ્થળ પર ભયાનક ભીડ હતી. કારના બોનેટમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો. બંને પોલીસ કર્મચારીઓએ સ્થિતિની ગંભીરતાને જોઇ તાત્કાલિક કાર પાસે દોડી આવ્યા હતા. કાર ચાલકના બંને પગ કારમાં ફસાઈ ગયા હોવાથી તે બહાર નીકળી શકે તેવી હાલતમાં ન હતા. જ્યારે બાળકી દબાઈ ગઈ હોવાથી શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી.

મહિલાને CPR આપી બચાવવાનો પ્રયાસ પણ કર્યો હતો
અકસ્માત અંગે વધુ માહિતી આપતા પોલીસ કર્મચારીઓએ જણાવ્યું છે કે મહિલાની હાલત જોતાં તો એવું જ લાગી રહ્યું હતું કે મોત થઇ ગયું છે. જ્યારે અંદર ફસાયેલા કારચાલકને પણ બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તે નીકળી શકે તેવી શક્યતા ન હતી. જ્યારે પાછળ બેસેલા એક યુવકની પણ હાલત ખુબ ગંભીર હતી. 108 ઘટનાસ્થળે પહોંચતા મહિલાને CPR આપી બચાવવાના ઘણા પ્રયાસ પણ કર્યો હતો. ત્યારપછી બે ઈજાગ્રસ્તોને 108માં સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યારે મહિલાને મૃત જાહેર કરી દેવામાં આવી હતી.

બાળકીની સાથે રહેવું પડે એવું હતું
પીપલોદ પોલીસ લાઈનમાં રહેતા પોલીસ કર્મચારી ભરત ડાંગરે જણાવ્યું છે કે, બાળકીના પરિવારને જાણ કરી હતી. તે આવવા રવાના થઈ ગયા હતા. બાળકીની સાથે રહેવું પડે એવું હતું. કેમ કે માતાને સિવિલ લવાતાં મૃત જાહેર કરાઈ હતી. જ્યારે પિતાની હાલત પણ ખુબ ગંભીર છે. બાળકીને ICUમાં લઈ ગયા પછી ડોક્ટર એ જણાવ્યું હતુ કે હવે સાથે નહીં રહેવું પડે અને ત્યારબાદ અમે બાળકીના પરિવારની રાહ જોઈ હતી.

Be the first to comment on "સુરતમાં મોડી રાત્રે સર્જાયો ગંભીર અકસ્માત- માતાનું મોત, દેવદૂત બનીને આવેલ પોલીસકર્મીએ 8 મહિનાની બાળકીનો જીવ બચાવી આપ્યું નવજીવન"

Leave a comment

Your email address will not be published.


*