માઇક્રોસ્કોપથી સ્ટ્રોબેરી જોતા દેખાયું કંઇક એવું કે…જોઇને તમે ખાવાનું બંધ કરી દેશો! જુઓ વિડીયો

Strawberrie Viral Video: સ્ટ્રોબેરીને એક ટેસ્ટી અને હેલ્ધી ફ્રુટ માનવામાં આવે છે, જેને લોકો ખૂબ જ હોંશથી ખાય છે, પરંતુ હાલમાં જ તેનો એક વીડિયો સામે આવ્યા બાદ લોકો એવા સવાલો ઉભા કરી રહ્યા છે કે શું સ્ટ્રોબેરી ખાવી ખરેખર શરીર માટે ફાયદાકારક છે. વાસ્તવમાં, ‘X’ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં માઇક્રોસ્કોપની નીચે એક સ્ટ્રોબેરીનું(Strawberrie Viral Video) પરીક્ષણ કરવામાં આવે છે જેમાં નાના જંતુઓથી ભરેલી જોવા મળી રહી છે.

સ્ટ્રોબેરીની અંદર હોય છે જીવ જંતુ
1.3-મિનિટનો વીડિયોમાં લાલ અને તાજી સ્ટ્રોબેરી દેખાડવવામાં આવે છે. જ્યારે તેને માઈક્રોસ્કોપની નીચે મૂકવામાં આવે છે, ત્યારે ઘણા નાના સફેદ રંગના જંતુઓ તેની ઉપર રખડતા જોવા મળે છે.તેમજ સ્ટ્રોબેરીમાં મુખ્ય બીજ ઉપર વધુ આ જંતુ જોવા મળે છે. આ પછી, વ્યક્તિ તેને નળના પાણીમાં સારી રીતે ધોઈ નાખે છે અને તેનો એક ભાગ કાપીને ફરીથી માઈક્રોસ્કોપની નીચે મૂકી દે છે અને આ જ લોકોના ગભરાટનું સાચું કારણ છે. સ્ટ્રોબેરીની અંદર રખડતા જોવા મળતા જંતુઓ સામાન્ય ફળના જંતુ હોઈ શકે છે, જેને ‘ડ્રોસોફિલા’ તરીકે ઓળખવામાં આવે છે.

આવા ફળો ફાયદાકારક છે, નુકસાનકારક નથી
જો તમે વિચારી રહ્યા છો કે જંતુઓ ભરેલી આ સ્ટ્રોબેરી ખાવાથી તમે બીમાર થઈ શકો છો, તો ચાલો તમને જણાવી દઈએ કે તેને ખાવી સંપૂર્ણપણે સુરક્ષિત છે. અમેરિકામાં ફૂડ એક્સપર્ટ અને ખેડૂત જેની શ્મિટે એક હેલ્થ વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું- આ લાર્વા માઈક્રોસ્કોપિક છે કે તમે સ્ટ્રોબેરી ખાઓ તો તમારા પ્રોટીનમાં પણ વધારો થાય છે.

ફળોમાં જંતુઓ હોવા સામાન્ય બાબત છે
આ વીડિયોને ઈન્ટરનેટ પર 1.8 કરોડથી વધુ વખત જોવામાં આવ્યો છે. ટિપ્પણીઓમાં, લોકો આ જંતુઓને દૂર કર્યા પછી સ્ટ્રોબેરી ખાવાની સલાહ આપતા જોવા મળે છે. એક યુઝરે લખ્યું – એ વાત ચોક્કસ છે કે સ્ટ્રોબેરીમાં જંતુઓ છે, પરંતુ તેને પાણીમાં વિનેગર અથવા બેકિંગ સોડા અથવા મીઠા સાથે 20 મિનિટ સુધી પલાળીને દૂર કરી શકાય છે. બીજાએ કહ્યું – તે માઇક્રો પ્લાસ્ટિક કરતાં સારું છે, અને તમારા પેટના સ્વાસ્થ્ય માટે પણ સારું છે. ત્રીજાએ લખ્યું: જો હું આ જીવાણુઓની ચિંતા કરીશ, તો હું કદાચ ભૂખથી મરી જઈશ.