“પોલીસ તોડ કરે છે” કહેનારા લારીવાળા પાસે પોલીસ તપાસ માટે પહોંચી તો થયો મોટો ઘટસ્ફોટ

Surat News: હાલમાં સોશિયલ મીડિયામાં અડાજણ વિસ્તારનો એક વિડીયો સામે આવ્યો હતો.જેમાં કેટલાક લોકો લારી વાળા પાસે 200 રૂપિયાની ઉઘરાણી કરતા હોય તેવું જોવા મળ્યું…

Surat News: હાલમાં સોશિયલ મીડિયામાં અડાજણ વિસ્તારનો એક વિડીયો સામે આવ્યો હતો.જેમાં કેટલાક લોકો લારી વાળા પાસે 200 રૂપિયાની ઉઘરાણી કરતા હોય તેવું જોવા મળ્યું હતું.ત્યારે તે વાયરલ વીડિયોના પગલે અનેક સવાલો ઉઠવા પામ્યા હતા.જે બાદ તે વિડીયો અડાજણ પોલીસને ધ્યાને આવતા અડાજણ પોલીસે(Surat News) તપાસ હાથ ધરી હતી.જેમાં સામે આવ્યું હતું કે આ લારીવાળા નડતરરૂપ બનતા હોવાથી દૂકદારોએ તેમને તે જગ્યા પરથી હટી જવા કીધું હતું.આથી રોષે ભરાયેલા લારીવાળાએ ખોટો વિડીયો વાયરલ કર્યો હોવાનું સામે આવ્યું છે.

દુકાનમાં ગ્રાહકોને આવવામાં અડચણરૂપ બનતા હતા
સુરતના અડાજણ વિસ્તારમાં કેટલાક ઈસમો દાદાગીરી કરી લારીવાળા પાસે 200 રૂપિયાની ઉઘરાણી કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો જે અંગે અડાજણ પોલીસને જાણ થતા તેમને તપાસ કરી હતી જેમાં સામે આવ્યું હતું કે આ વીડીયોમા દેખાતા ઈસમો સ્થાનીક વેપારીઓ છે.જે પૈકી વીશાલભાઈ તુલશીભાઈ રૈયાણી કે જેઓ પટેલ પાર્ક શોપીંગ સેન્ટરમાં ટી.વી પેલેસ નામથી ઈલેક્ટ્રીક વસ્તુઓનો શોરૂમ ચલાવે છે તથા જય પ્રકાશચંદ્ર રાવ મેડીકલ સ્ટોર ચલાવે છે.ત્યારે આ લારીવાળા ફેરિયા તેમની દુકાનની સામે ઉભા રહી તેમના દુકાનમાં આવતા ગ્રાહકોને અડચણરૂપ બનતા હતા.

દુકાનદારોને ખોટા કેસમાં ફસાવી દેવા રચ્યું આ તરખટ
અડચણના કારણે આ વેપારીઓએ આ ફેરિયાઓને લારીઓ તેમની દુકાન આગળથી દુર હટાવવાનું કહ્યું હતું.જે બાદ ફેરિયા તથા દુકાનદાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યો હતો.જેમાં ફેરિયાઓએ આ દુકાનદારો તેમની પાસે 200 રૂપિયાની ઉઘરાણી કરે છે તેવા ખોટા આક્ષેપો કર્યા હતા.જે બાદ આ અંગે અડાજણ પોલીસને જાણ થતા તે અંગે તપાસ કરવામાં આવી હતી.જેમાં સામે આવ્યું હતું કે ફેરિયાઓ દુકાનદારને બદનામ કરવા તેમજ ખોટા કેસમાં ફસાવી દેવા ખોટું બોલતા હતા.

પોલીસે લારી ચલવતા સમીર ઈલ્યાસ પટેલ ,સમીર અહેમદ ઉસ્માન મન્સુરી અને મહંમદ રીજવાન રઈસ અહેમદને ઝડપી પાડી ઊંડી પૂછપરછ કરી હતી.જેમાં તેઓએ વેપરી પર પોલીસ કાર્યવાહી થાય તે માટે આ નાટક રચ્યું હોવાની કબૂલાત કરી હતી.