ડોમિનોઝ પીઝા સેન્ટરમાં દુષ્કર્મ: મેનેજરે સતત એક વર્ષ સુધી યુવતીને કોલ્ડ સ્ટોરેજમાં લઈ જઈ આબરું લૂંટી

રાજકોટ(ગુજરાત): આજકાલ દુષ્કર્મના કિસ્સામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હવસખોરો હવે તો નાની-નાની બાળકીને પણ હવસનો ભોગ બનાવતા હોય છે. ત્યારે રાજકોટ શહેરમાંથી ફરીવાર…

રાજકોટ(ગુજરાત): આજકાલ દુષ્કર્મના કિસ્સામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હવસખોરો હવે તો નાની-નાની બાળકીને પણ હવસનો ભોગ બનાવતા હોય છે. ત્યારે રાજકોટ શહેરમાંથી ફરીવાર ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં શહેરના ડોમિનોઝ પિઝા સેન્ટરના મેનેજર દ્વારા સાથી કર્મચારી યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. જાણવા મળ્યું છે કે, સમગ્ર ઘટના અંગે રાજકોટ શહેરના માલવિયાનગર પોલીસ દ્વારા પિતાની ફરીયાદના આધારે દુષ્કર્મ તેમજ એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે સમગ્ર મામલાની તપાસ એસ.ટી એસ.સી સેલને સોંપવામાં આવી છે.

મળતી મહિતી મુજબ, રાજકોટ શહેરના રિંગ રોડ પર આવેલા ડોમિનોઝ પિઝામાં નોકરી કરતી શ્વેતા નામની કર્મચારીને ડોમિનોઝ પિઝા સેન્ટરના મેનેજર ઉમેશ શર્માએ લગ્નની લાલચ આપી એક વર્ષ સુધી પોતાના હવસનો શિકાર બનાવી હતી. આ સમગ્ર ઘટના અંગે પીડિતાએ પોલીસને જણાવ્યું છે કે, તે ગાંધીગ્રામમાં આવેલ રાવલ નગરમાં રૂમ ભાડે રાખીને રહેતી હતી. તેમજ રિંગ રોડ પર આવેલા ડોમિનોઝ પિઝા સેન્ટરમાં કામ કરતી હતી.

આ દરમિયાન તેનો પરિચય ડોમિનોઝ પિઝા સેન્ટરના મેનેજર અને મૂળ ઉત્તર પ્રદેશ મથુરાના વતની એવા ઉમેશ શર્મા સાથે થયો હતો. મળતી માહિતી મુજબ, ઉમેશ શર્મા પીડિત અને કોઈને કોઈ કારણોસર પોતાની પાસે બોલાવતો હતો. આ દરમિયાન, એક વર્ષ પહેલા ઉમેશ શર્માએ પીડિતા સાથે કોલ્ડરૂમમાં બળજબરીથી તેની સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર ઘટના અંગે યુવતીએ પ્રતિકાર કરતા ઉમેશ શર્મા દ્વારા તેને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવી હતી.

આ ઉપરાંત, છેલ્લા એક વર્ષથી યુવતીનું શારીરિક શોષણ તેની મરજી વિરુદ્ધ કરવામાં આવી રહ્યું હોવાનું પણ સામે આવ્યું છે. તેણે એમ પણ કહ્યું હતું કે, જો તું મારી સાથે શરીર સંબંધ નહીં રાખે તો તેને નોકરીમાંથી કાઢી મૂકીશ. તેમજ જો તુ સંબંધ રાખીશ તો હું તારી સાથે લગ્ન કરીશ એવું વચન પણ આપ્યું હતું.

ત્યારે યુવતી પોતાની નોકરી બચાવવા ઉમેશ શર્માના પ્રેમ જાળમાં ફસાઈ હતી. આ દરમિયાન એક મહિના પહેલા ઉમેશ પોતાના વતનમાં જવાનું કહી રાજકોટથી મથુરા ચાલ્યા ગયા બાદ પરત આવ્યો ન હતો. ત્યારબાદ યુવતીને ફોન ઉપર ગોળ ગોળ વાતો કરીને લગ્નની ના પાડી બેંગલોર ભાગી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *