કાળ બનતા કોરોનાને કારણે અનેક પરિવારો વિખૂટા પડતા જોવા મળે છે. કોઈએ પરિવારના મોભી ગુમાવ્યા, તો કોઈએ સંતાનો… કોરોનાથી અનેક પરિવારો વિખેરાઈ રહ્યાં છે. ગુજરાતના અનેક શહેરોમાંથી એવા કિસ્સા સામે આવી રહ્યાં છે, જેમાં પરિવાર દુ:ખી જોવા મળ્યા છે.
આ દરમિયાન વડોદરામાં જુવાનજોધ પુત્રના મોતના સમાચાર સાંભળવાના માત્ર 5 કલાકમાં પિતાનું પણ મોત નિપજ્યું હતું. ત્યારે એક પરિવારમાં બે મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જાણવા મળ્યું છે કે, તરસાલીના મનીબાનગર વિસ્તારમાં રહેતા મયુર ભગત ડીજેના વ્યવસાય સાથે સંકળાયેલ હતા. 36 વર્ષીય મયુરભાઈ ગયા મહિને કોરોનાથી સંક્રમિત થયા હતા.
જોકે, ત્યારબાદ તેઓ રિકવર થયા હતા. પરંતુ થોડા દિવસ અગાઉ તેમના નાકમાંથી લોહી નીકળ્યું હતું. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન મયુરભાઈના પિતા લક્ષ્મણભાઈને હાર્ટ એટેક આવ્યો હતો. તેથી તેમને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ આ દરમિયાન જ ગુરુવારે બપોરે મયુરભાઈનું નિધન થયું હતું.
જે સમયે મયુરભાઈનું મોત નિપજ્યું હતું, ત્યારે ત્યારે તેમના પિતા લક્ષ્મણભાઈની એન્જિયોપ્લાસ્ટી થઈ હતી. ઓપરેશન બાદ તેમને પુત્રના નિધનની જાણ થતા જ તેઓ પુત્રના વિયોગને જીરવી શક્યા ન હતા. પરિવારે મેડિકલ સુપરવિઝનમાં જ મયૂરના મૃત્યુની વાત જણાવી દીધી. પુત્રના મોતનો આઘાત લાગતા તેમને બીજીવાર અટેક આવ્યો હતો. પુત્રના મૃત્યુના 5 કલાક બાદ સાંજે 5:30 વાગ્યે લક્ષ્મણભાઇનું પણ મોત થયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.