દીકરાએ મા-બાપને માર્યાઃ
મંગળવારે થલતેજના 60 વર્ષના વૃદ્ધે તેના 23 વર્ષના દીકરા સામે શર્ટ ફાટી જવા જેવી ક્ષુલ્લક બાબતે તેમને માર મારવાની ફરિયાદ નોંધાવી હતી. સુરેન ત્રિવેદી થલતેજના અજંતા ઈલોરા એપાર્ટમેન્ટમાં રહે છે અને ગુજરાત હાઈકોર્ટમાં ટાઈપિસ્ટ છે. તેમણે તેમના પુત્ર ઋષિ પર તેમને અને તેમની પત્નીને મંગળવારે સવારે માર મારવાનો આરોપ લગાવ્યો છે.
શર્ટ ફાટવાની બાબતે આવ્યો ગુસ્સોઃ
આ ઘટના ત્યારે બની જ્યારે ઋષિ ઘરેથી ક્યાંક ઉતાવળે જઈ રહ્યો હતો અને દરવાજામાં ભરાઈને તેનું શર્ટ ફાટી ગયું હતું. તે એટલો ચીડાઈ ગયો કે તેણે દરવાજો તોડી નાંખfવાની વાત કરી. પરિવારજનોએ તેને શાંત પાડવાની કોશિશ કરી પણ તે દરવાજો તોડવા માટે કોઈ સાધન શોધવા માંડ્યો. સુરેને જ્યારે તેને કહ્યું કે તેણે આ રીતે વાત ન કરવી જોઈએ અને દરવાજો તોડવાની હઠ મૂકી દેવી જોઈએ ત્યારે ઋષિએ પપ્પાને ગાળાગાળી કરવાનું શરૂ કરી દીધું હતું.
પિતાએ નોંધાવી પોલીસ ફરિયાદઃ
સુરેને દીકરાને ગાળો ન બોલવા કહ્યું તે ઋષિએ તેમને હોઠ પર મુક્કો મારી દીધો જેને કારણે વડીલને લોહી નીકળવા માંડ્યું હતું. તેમની પત્ની યોગિનીએ મધ્યસ્થી કરવાની કોશિશ કરી તો ઋષિએ માતાને પણ માર માર્યો હતો. આ પછી ઋષિએ માતા-પિતાને જો તે સામે બોલશે તો મારી નાંખવાની ધમકી આપી. સુરેને સોલા હાઈ કોર્ટ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને IPCની કલમ 323 (જાણીબૂઝીને ઈજા પહોંચાડવી), 294 (બી) બિભત્સ શબ્દો બોલવા અને 506 (ગુનાઈત આશયથી ધમકી આપવી) અંતર્ગત ફરિયાદ દાખલ કરી છે. સોલા હાઈકોર્ટ પોલીસે ફરિયાદી અને સાક્ષીઓના સ્ટેટમેન્ટ નોંધીને ઈન્ક્વાયરી શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.