ભાજપ સાંસદનો નશેડી દીકરો લાખોના હેરોઇન ડ્રગ્સ સાથે ઝડપાયો..

Published on: 7:59 am, Thu, 14 March 19

મધ્ય પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદના પુત્રની પોલીસે ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી. સાંસદનો પુત્ર તેના બે મિત્રો સાથે કારમાં જઈ રહ્યો હતો ત્યારે પોલીસે ચેકિંગ દરમિયાન તેની ગાડી થોભાવવાની કોશિશ કરી તે સમયે ગાડી પૂર ઝડપે ભગાવી મુકી હતી. જે બાદ પોલીસે તેનો પીછો કરીને ધરપકડ કરી હતી

એમપી ભાજપ રાજ્યસભા સાંસદ સંપતિયા ઉઇકેનો પુત્ર સતેંદ્ર ઉઇકેની પોલીસે સ્મેક રાખવા બદલ ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ મંડલામાં પોલિટેકનિક ચાર રસ્તા પાસે ગાડીનું ચેકિંગ ચાલતું હતું તે સમયે પોલીસે એક કારને થોભવાનો ઇશારો કર્યો હતો. પરંતુ કાર ચાલકે ગાડી અટકાવવાના બદલે મારી મુકી હતી. જે બાદ પોલીસે કારનો પીછો કરીને ઘેરી લીધી હતી. પોલીસને સામે જોઈ ત્રણેય લોકો ગભરાઈ ગયા, જે પછી પોલીસે કારની તલાશી લેતાં તેમાંથી 3.380 ગ્રામ સ્મેક ડ્રગ્સ મળી આવ્યો હતો. જેની કિંમત લાખોમાં આંકવામાં આવી રહી છે.


સંપતિયા ઉઇકે ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને 2017માં મંડલાથી રાજ્યસભા સાંસદ બન્યા હતા. સતેંદ્ર પર પહેલા પણ આરોપ લાગી ચુક્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે વાહન ચોરીમાં પણ તેનું નામ સામે આવી ચુક્યું છે.