સુરત(ગુજરાત): મધરાત્રે સુરતમાં જૂની અદાવતમાં રામપુરા વિસ્તારના કુખ્યાત બૂટલેગરના પુત્ર પર હુમલો થતાં વાતાવરણ ગરમ થઇ ગયું હતું. પોલીસ ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અજાણ્યા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા એક યુવકને સારવાર માટે લોખાત હોસ્પિટલમાં ખસેડાયો છે. હાલ આ ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે.
મળતી માહિતી અનુસાર, સુરતમાં લાલગેટ પોલીસની હદમાં આવેલા રામપુરા વિસ્તારમાં કુખ્યાત બૂટલેગર વલીઉલ્લાહના પુત્ર ફિરોજ પર જૂની અદાવતમાં તલાવાર જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો 6થી 7 જેટલા યુવાનોએ કર્યો હોવાના CCTV ફૂટેજ પણ જોવા મળ્યા છે. આ ફૂટેજમાં હુમલો કરનાર યુવાનો હમલો કર્યા પછી છુપાઈ જવા માટે ભાગી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
જે બન્ને મિત્રો પર જીવલેણ હુમલા થયો છે તે પોતે બચાવમાં હુમલાખોરો સામે લડત આપતા પણ જોવા મળે છે. અન્સારી અહેજાજના જણાવ્યા અનુસાર, મસીન કાલિયા વિરુદ્ધ મે લાલગેટ પોલીસ અને CP સાહેબને ફરિયાદ કરી હતી. અગાઉ આ ફરિયાદ પાછી ખેંચી લેવા માથાકૂટ પણ થઈ હતી. જેને કારણે અદાવતમાં આ હુમલો કરાયો છે. મોસીન કાલિયો 16 પેટી દારૂના કેસમાં DCB પોલીસના ચોપડે વોન્ટેડ છે અને જાહેરમાં દારૂનો વેપલો અને હુમલાઓ કરી પોતાની ધાક ઉભો કરી રહ્યો છે. બરકતભાઈ નામના વ્યક્તિને આ હુમલામાં ગંભીર ઇજા પહોંચી છે.
DCP ભાવના પટેલના જણાવ્યા અનુસાર, રામપુરા વિસ્તારમાં કેટલાક હુમલાખોરોએ બે યુવકો પર તલવાર જેવા હથિયારોથી હુમલો કર્યો છે. હાલ ફરિયાદીની પૂછપરછમાં ફાયરિંગની કોઈ ઘટના સામે આવી નથી અને હુમલા પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી. લાલગેટ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરુ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.