જેની કુખે જન્મ લીધો તે જનેતા પર જ પુત્રએ વારંવાર ગુજાર્યો બળાત્કાર- ગુજરાતના આ શહેરમાં લજવાયો માતા-પુત્રનો સંબંધ

જામનગર(Jamnagar): શહેરમાં માતાએ પુત્રને જન્મ આપ્યો તે જ સગી જનેતા સાથે પુત્રએ બળાત્કાર (Son rapes mother in Jamnagar) ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા માતા-પુત્રનો સંબંધ…

જામનગર(Jamnagar): શહેરમાં માતાએ પુત્રને જન્મ આપ્યો તે જ સગી જનેતા સાથે પુત્રએ બળાત્કાર (Son rapes mother in Jamnagar) ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા માતા-પુત્રનો સંબંધ લજવાયો છે. આ કળિયુગી પુત્રએ જનેતા પર એક વખત નહીં પરંતુ વારંવાર દુષ્કર્મ (Rape) આચર્યું હતું. આ બનાવ બનતા માતાએ હિમંત દાખવી હતી અને પોલીસની મદદ લીધી હતી. માતાએ પોલીસ મથકે જઈને પોતાના પુત્ર સામે ફરિયાદ દાખલ કરાવી છે.

વાત કરવામાં આવે તો પોતાના પર વિતેલી આ ઘટનાને લઈ માતા પોતાના પુત્રને લઈ ચુપ રહી હતી. પરંતુ વારંવાર આવી ઘટના બનવાને કારણે પોતાના નરાધમ પુત્રને સબક શીખવવા માટે માતા મક્કમ બની હતી અને હિંમત દાખવીને ફરિયાદ કરવા માટે જામનગર શહેરના સીટી બી ડિવિઝન પોલીસ મથકે પહોંચી ગઈ હતી.

મહત્વનું છે કે, પોતાના પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા દુષ્કર્મ ગુજારનાર પુત્ર સામે અલગ-અલગ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જે પહેલા ભાગી છુટ્યો હતો, પરંતુ પોલીસ દ્વારા તેને શોધી કાઢવામાં આવ્યો છે અને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ નરાધમ પુત્રને જેલ હવાલે કરવામાં આવ્યો હતો.

આરોપીના આડોશ પાડોશમાં રહેતા લોકો પણ ઉશ્કેરાયા હતા અને સમગ્ર વિસ્તારમાં ભારે હાહાકાર મચી ગયો છે. પોલીસ પણ સગા પુત્રના આવા દુષ્કૃત્યને લઈને સ્તબ્ધ થઇ ગઈ હતી અને હાલમાં તો પોલીસ દ્વારા આરોપીની વિશેષ પૂછપરછ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *