ગુજરાત સરકારની આ યોજનાએ યુવતીની કારકિર્દી બનાવી ઉજ્જવળ- ડોક્ટર બનવાનું સ્વપ્ન થયું સાકાર

દ્વારકા(Dwarka): વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરીને ઉજ્જવળ કારકિર્દી બનાવવાના યુવાનોના સપનાને આર્થિક ટેકો પૂરો પાડતી ‘વિદેશ અભ્યાસ લોન’ (Videsh Abhyas Loan) યોજના બની દેવભૂમિ દ્વારકા જિલ્લાની…

દ્વારકા(Dwarka): વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરીને ઉજ્જવળ કારકિર્દી બનાવવાના યુવાનોના સપનાને આર્થિક ટેકો પૂરો પાડતી ‘વિદેશ અભ્યાસ લોન’ (Videsh Abhyas Loan) યોજના બની દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા (Khambhalia) તાલુકાના વિરમદડ (Viramdad) ગામની યામિની આંબલીયા (Yamini Ambaliya) માટે વરદાનરૂપ બની છે. આ યુવતીની વિદેશમાં ભણવાની અદમ્ય ઇચ્છા હતી જે હવે પૂર્ણ થઇ છે.

મહત્વનું છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વિરમદડ ગામના યામિની આંબલીયાને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવાનું સપનું જોઈ રહી હતી. યામિનીને MBBS કરવા માટે વિદેશમાં ભણવાની અદમ્ય ઇચ્છા હતી.

વાત કરવામાં આવે તો ચાઇનાની GUANGXI મેડિકલ યુનિવર્સિટીમાં પ્રવેશ માટે અરજી કરવામાં આવી હતી અને તેમાં એડમિશન પણ મળી ગયું હતું અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે રાજય સરકાર દ્વારા વાર્ષિક 4 ટકા લેખે સાદા વ્‍યાજના દરે 15 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે.

ત્યારે સરકારની ‘વિદેશ અભ્યાસ લોન’ યોજનાને કારણે યામિનીએ પણ આ લોન માટે અરજી કરતાં તેઓને માત્ર 4 ટકાના વ્‍યાજદરની 15 લાખ રૂપિયાની લોન મળતાં હાલ તેઓ GUANGXI મેડિકલ યુનિવર્સિટીમાં MBBS કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે વધુમાં વધુ 15 લાખ રૂપિયાની વિદેશ અભ્યાસ લોન આપવામાં આવે છે. જેના થકી વિદેશમાં અભ્યાસ કરવામાં સ્વપ્ન પૂર્ણ થઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *