ભગવાન આવી નિષ્ઠુર જનેતા કોઈને ન આપે! પ્રેમીને મેળવવા માટે માતાએ પોતાના જ 3 વર્ષના સગા દીકરાને ઉતાર્યો મોતને ઘાટ

Mother kills son in Madhya Pradesh: મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક માતાએ પોતાના જ માસૂમ પુત્રની હત્યા કરી નાખી. પોતાનું રહસ્ય છુપાવવા માટે, આ મહિલાએ તેના પુત્રને…

Mother kills son in Madhya Pradesh: મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક માતાએ પોતાના જ માસૂમ પુત્રની હત્યા કરી નાખી. પોતાનું રહસ્ય છુપાવવા માટે, આ મહિલાએ તેના પુત્રને છત પરથી નીચે ફેંકી દીધો,(Mother kills son in Madhya Pradesh) જેના કારણે માત્ર 3 વર્ષના બાળકનું મૃત્યુ થયું.

રિપોર્ટ અનુસાર, મહિલા તેના પ્રેમી સાથે વાંધાજનક સ્થિતિમાં હતી અને તેના પુત્રએ તેને આ હાલતમાં જોઈ હતી. મહિલાને લાગ્યું કે જો તે આ વાત તેના પિતાને કહેશે તો તેની બદનામી થશે. આ વાત છુપાવવા માટે મહિલાએ તરત જ પોતાના 3 વર્ષના પુત્રની હત્યા કરી નાખી.

એવું કહેવામાં આવ્યું હતું કે, પોલીસ કોન્સ્ટેબલ ધ્યાન સિંહની પત્ની જ્યોતિ રાઠોડનું તેના પાડોશી ઉદય ઈન્દોલિયા સાથે અફેર હતું. જેના કારણે તેણે 28મી એપ્રિલે પુત્રનો જીવ લીધો હતો. 3 વર્ષના જતીનને ધાબા પરથી પટકાતા માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેમને જયરોગ્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ બીજા દિવસે તેમનું મૃત્યુ થયું હતું. શરૂઆતમાં ધ્યાનસિંહ માની રહ્યા હતા કે તેમનો પુત્ર અકસ્માતે નીચે પડી ગયો હશે, પરંતુ હવે વાસ્તવિકતા સામે આવી છે.

હકીકતમાં જ્યોતિએ પોતે જ પતિ સમક્ષ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. તેણે જ્યોતિના નિવેદનનો ઓડિયો અને વીડિયો રેકોર્ડ કર્યો. ધ્યાનસિંહે આ પુરાવા થાટીપુર પોલીસને આપ્યા હતા. પોલીસે પણ તાત્કાલિક કાર્યવાહી કરીને જ્યોતિ અને તેના પ્રેમી ઉદય ઈન્ડોલિયાની ધરપકડ કરી હતી. કહેવાય છે કે ઘટના સમયે ઉદય પણ ટેરેસ પર હાજર હતો.

રિપોર્ટ અનુસાર, ધ્યાન સિંહે 28 એપ્રિલે દુકાનના ઉદ્ઘાટન માટે ઘણા લોકોને આમંત્રણ આપ્યું હતું. ઉદય ઈન્દોલિયા પણ આવ્યા હતા. દરમિયાન જ્યોતિ ઉદય સાથે ટેરેસ પર ગઈ હતી. જ્યોતિનો 3 વર્ષનો દીકરો પણ તેની પાછળ ટેરેસ પર પહોંચ્યો. જ્યોતિ તેને જોઈને ડરી ગઈ અને તેનું રહસ્ય ખુલી જશે તેવા ડરથી તેણે પોતાના પુત્રને છત પરથી ફેંકી દીધો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *