સુરતમાં તથ્ય કાંડ સર્જાતા રહી ગયો! સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા બાબતે ઉશ્કેરાયેલા શખસે લોકોના ટોળા પર ચડાવ્યો ટેમ્પો

Tempo tires rolled over the crowd: સુરતમાં ગઈ કાલે અમદાવાદમાં બનેલા તથ્યકાંડ જેવી ઘટના બનતા સહેજ રહી ગઈ હતી. સુરતના એક શોપીંગ સેન્ટરમાં ઘણા લોકોનું ટોળું કોઈ બાબતને(Tempo tires rolled over the crowd) લઈને બબાલ કરી રહ્યું હતું. તે સમયે દરમિયના ઉશ્કેરાયેલા એક શખસે તે ટોળાને કચડવાનો પ્રયાસ કર્યો હતો.

આ અકસ્માત બનતા ત્યાં ઉભેલા લોકોના જીવ પડીકે બંધાઇ ગયા હતા અને લોકોએ પોતાનો જીવ બચાવવા ત્યાંથી દોડ મૂકી હતી.તે દરમિયાન શખસ ટેમ્પો લઈને ત્યાંથી ભાગી ગયો હતો. તે સમયે આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગયી હતી.કોસંબા પોલીસે આ ઘટનાના ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

પિકઅપ બોલેરો ટેમ્પો ટોળા પર ચડાવી દીધો
સુરત જિલ્લાના કીમ ચાર રસ્તા પાસે ગઈ કાલે અમદાવાદમાં બનેલા તથ્ય કાંડ જેવી ઘટના બનતા રહી ગઈ હતી. એક શોપિંગ સેન્ટરમાં ઘણા લોકોનું ટોળું એકઠું થયું હતું અને કોઈ બાબતને લઈને બબાલ કરી રહ્યું હતું. તે દરમિયાન એક ઇસમ ઉશ્કેરાયો હતો અને તેણે પોતાનો પિકઅપ બોલેરો ટેમ્પો ટોળા પર ચડાવી દીધો હતો. ટેમ્પોચાલક ઈસમે કરેલા આ ઘટનાને લઈને લોકોના જીવ પડીકે બંધાઇ ગયા હતા અને લોકોએ પોતાનો જીવ બચાવવા દોડ મૂકી હતી. ઘટનાને અંજામ આપી ચાલક ત્યાંથી ભાગી ગયો હતો.

પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા
કોસંબા પોલીસની તપાસ દરિમયાન જાણવા મળ્યું હતું કે, ઘટનાના એક દિવસ અગાઉ ફરિયાદી રાજા સિંગના ભાઈ ચિરાગે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓના ફોટા પર ટિપ્પણી કરી હતી. જેને લઇને ત્યાં બોલાચાલી થઈ હતી અને પછી સમાધાન કરવા માટે કીમ ચારરસ્તા નજીક ભેગા થયા હતા. તે દરમિયાન દર્શન નામનો આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને પિકઅપ બોલેરો ટેમ્પોથી ટોળાને કચડવા માટે પૂરઝડપે ટેમ્પો લાવી લોકો પડ ચડાવી દીધો હતો. હાલ તો કોસંબા પોલીસે આ ગુનામાં સંડોવાયેલા આરોપી દર્શન રાજપુત, મુન્ના ભરવાડ, મહેશ ભરવાડ અને મેહુલ ભરવાડને પકડી પાડ્યા છે અને તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે.

પોલીસ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરે તેવી માગ
ક્ષણિક આવેશમાં આવીને આ રીતે કેટલાક લોકો સામાન્ય બાબતે મોટી ઘટનાને અંજામ આપી દેતા હોય છે. ગઈ કાલે પણ આવી જ એક ઘટના કીમ ચારરસ્તા નજીક બનવા પામી હતી. જેમાં ટેમ્પોચાલકે ઘણા લોકોને કચડી નાખ્યા હતા. જોકે સદનસીબે કોઇ મોટી જાનહાનિ થઈ ન હતી. ત્યારે આવા કૃત્યને અંજામ આપતા ઈસમો વિરૂદ્ધ પોલીસ કડક કાર્યવાહી કરે તે હાલ જરૂરી બની ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *