શરુ ટ્રેનમાં ચડતી વખતે લપસી પડી મહિલા, ભગવાન બની RPF જવાને બચાવ્યો જીવ

હરિયાણાના(Haryana) સોનીપત(Sonipat) જિલ્લાના રેલવે જંક્શન પર આરપીએફના(RPF) જવાનોની સમજદારીને કારણે એક મહિલાનો જીવ બચી ગયો. સાથે જ રેલવે સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના…

હરિયાણાના(Haryana) સોનીપત(Sonipat) જિલ્લાના રેલવે જંક્શન પર આરપીએફના(RPF) જવાનોની સમજદારીને કારણે એક મહિલાનો જીવ બચી ગયો. સાથે જ રેલવે સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી. જ્યાં એવું જોવા મળે છે કે એક મહિલા ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરી રહી છે અને ફરજ પરના આરપીએફના જવાનો પણ ટ્રેનમાં ચઢવાની ના પાડી રહ્યા છે. પરંતુ મહિલાએ સાંભળ્યું નહીં અને ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કર્યો અને તે દરમિયાન તે ટ્રેનની અડફેટે આવી ગઈ. આરપીએફના જવાનોની સમજણના કારણે મહિલાને ટ્રેનની નીચેથી સુરક્ષિત રીતે કાઢીને ટ્રેનમાં મોકલી દેવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે ગીતાંજલિ એક્સપ્રેસ તેના નિર્ધારિત સમય પર સોનીપત જંક્શન પર પ્લેટફોર્મ નંબર એક પર પહોંચી હતી અને ઉપડી પણ સમયસર હતી. પરંતુ ગીતાંજલિ એક્સપ્રેસ ચાલ્યા પછી એક મહિલા ટ્રેનની અડફેટે આવી જતાં રેલવે સ્ટેશન પર હંગામો મચી ગયો હતો. રેલવે સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી.

આરપીએફના હેડ કોન્સ્ટેબલ સુમન અને નરેન્દ્રએ જણાવ્યું કે તેઓ હંમેશાની જેમ પ્લેટફોર્મ નંબર એક પર તેમની ફરજ બજાવી રહ્યા હતા. તે જ સમયે ગીતાંજલિ એક્સપ્રેસ સમયસર આવી અને એક મહિલાએ ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કર્યો. તે જ સમયે મહિલા ટ્રેનની અડફેટે આવી ગઈ હતી. આ દરમિયાન આરપીએફના જવાનોની સમજણને કારણે ટ્રેનને રોકી દેવામાં આવી હતી અને મહિલાને ટ્રેનની નીચેથી બહાર કાઢવામાં આવી હતી. આ મહિલા ટીકમગઢ જઈ રહી હતી, તેને સુરક્ષિત ટ્રેનમાં મોકલી દેવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *