શ્રીલંકામાં વિરોધ પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓના સમર્થનમાં બહાર આવ્યા આ દિગ્ગજ ક્રિકેટરો- જુઓ તસ્વીર

Sri Lanka Crisis: ભારતના પાડોશી દેશ શ્રીલંકા(Sri Lanka)માં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. આર્થિક તંગીથી નિરાશ થઈને પ્રદર્શનકારીઓ શનિવારે રાષ્ટ્રપતિ ભવન(Rashtrapati Bhavan) પહોંચ્યા, ત્યારબાદ…

Sri Lanka Crisis: ભારતના પાડોશી દેશ શ્રીલંકા(Sri Lanka)માં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. આર્થિક તંગીથી નિરાશ થઈને પ્રદર્શનકારીઓ શનિવારે રાષ્ટ્રપતિ ભવન(Rashtrapati Bhavan) પહોંચ્યા, ત્યારબાદ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે(Gotabaya Rajapaksa) નિવાસસ્થાન છોડીને ભાગી ગયા. ખરાબ સ્થિતિની અસર કોલંબો, ગાલે સહિત લગભગ તમામ શહેરોમાં જોવા મળી રહી છે. શ્રીલંકાના દિગ્ગજ ક્રિકેટરો(Cricketers) પણ દેશના લોકો સાથે ઉભા જોવા મળે છે.

પૂર્વ કેપ્ટન કુમાર સંગાકારાએ પ્રદર્શન કરતા પ્રદર્શનકારીઓનો વીડિયો શેર કરતા લખ્યું, ‘આ આપણા ભવિષ્ય માટે છે.’ સંગાકારાના સાથી ખેલાડી મહેલા જયવર્દનેએ પણ તેની ટ્વીટને રીટ્વીટ કરી હતી. અન્ય એક ટ્વિટમાં, જયવર્દનેએ ગોટાબાયા રાજપક્ષેને #GoHomeGota નો ઉપયોગ કરીને પદ છોડવાની સલાહ આપી છે.

શ્રીલંકાના પૂર્વ કેપ્ટન સનથ જયસૂર્યા વિરોધીઓના સમર્થનમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. સનથ જયસૂર્યા પણ કોલંબોમાં રાષ્ટ્રપતિ ભવન પાસે પહોંચ્યા, જ્યાં પ્રદર્શનકારીઓની ભીડ છે. જયસૂર્યાએ તેના વિશે કેટલીક તસવીરો પણ શેર કરી છે.

ગાલે ટેસ્ટમાં પણ દેખાવકારો એકઠા થયા હતા:
ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે ગાલેમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં પણ દેખાવકારો જોવા મળ્યા છે. દેખાવકારોએ સ્ટેડિયમની બહાર અને અંદર પોસ્ટરો લહેરાવીને વર્તમાન પરિસ્થિતિ વિશે પોતાનો અવાજ ઉઠાવ્યો છે. જો કે, આ તમામ બાબતોની મેચ પર કોઈ અસર થઈ ન હતી અને બંને ટીમો વચ્ચેની મેચ અવિરત ચાલુ રહી હતી.

શ્રીલંકાના વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘે સમગ્ર ઘટના ક્રમ પર નજીકથી નજર રાખી રહ્યા છે:
વિક્રમસિંઘે પરિસ્થિતિ અને આ સંકટના ઝડપી નિરાકરણ અંગે ચર્ચા કરવા પક્ષના નેતાઓ સાથે ઈમરજન્સી બેઠક યોજી રહ્યા છે. આ સાથે જ વિક્રમસિંઘેએ સ્પીકરને સંસદનું સત્ર બોલાવવાની અપીલ કરી છે. બીજી તરફ ગોટાબાયા રાજપક્ષે પર પદ છોડવાનું દબાણ પણ વધી ગયું છે. શ્રીલંકા પોદુજાના પેરામુના (SLPP) પાર્ટીના 16 સાંસદોએ પત્ર લખીને ગોટાબાયા રાજપક્ષેને તાત્કાલિક રાજીનામું આપવા વિનંતી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *