5.6ની તીવ્રતાના ભૂકંપથી ધણધણી ઊઠ્યું નેપાળ: 128 લોકોના મોતથી બની ગયું કબ્રસ્તાન- જુઓ ખોફનાક મંજરના દ્રશ્યો

Published on Trishul News at 9:35 AM, Sat, 4 November 2023

Last modified on November 4th, 2023 at 9:36 AM

Earthquake in Nepal: નેપાલમાં શુક્રવારે મોડી રાત્રે આવેલા ભૂકંપે ભારે તબાઈ મચાવી દીધી છે. 6.4ની તીવ્રતાના ભૂકંપે નેપાળમાં તહસ નહસ કરી નાખ્યું છે. આ ભૂકંપનો ઝટકો નેપાળની રાજધીની સહિત ભારતના અનેક વિસ્તારોમાં પણ તે અનુભવાયો હતો. એક એજન્સીના જણાવ્યા અનુસાર શુક્રવારે અડધી રાત પહેલા ઉત્તર-પશ્ચિમી નેપાળના જિલ્લાઓમાં જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો થયો હતો. જે ભૂકંપના કારણે 128 જેટલા લોકોના મોત થયા છે તેમજ અનેક લોકો ગંભીર(Earthquake in Nepal) રીતે ઘાયલ પણ થયા છે. જ્યારે બચાવ ટીમ પહાડી વિસ્તારમાં પહોંચી ગઈ છે અને રાહત બચાવની કામગીરી પણ હાથ ઘરી છે. વિગતો અનુસાર અનેક ઈમારતો પણ ધરાશાયી થઈ ચુકી છે.

નેપાળ PMOનું ટ્વીટ ?
નેપાળના પીએમઓએ ટ્વીટ કરી કે પ્રધાનમંત્રી પુષ્ય કમલ દહલએ શુક્રવારે રાત્રે 11:47 વાગ્યે આવેલા જજરકોટના રામીડાંડામાં આવેલા ભૂકંપથી માનવીય અને ભૌતિક ક્ષતિ માટે પોતાનું દુખ પણ વ્યક્ત કર્યું છે. તેમજ તમામે ત્રણેય સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક બચાવ રાહતની કામગીરીમાં તૈનાથ કરવામાં આવી છે. અત્રે જણાવીએ કે, ભૂકંપથી મૃત્યું પામનારની સંખ્યા હજુ પણ વધારો થઈ શકે છે.

નેપાળના નેશનલ સિસ્મોલોજીકલએ શુ કહ્યું ?
નેપાળના જાજરકોટના પશ્ચિમ વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે ખતરનાક ભૂકંપ આવ્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું છે કે નેપાળના આ વિસ્તારમાં અનેક મકાનો પણ ધરાશાયી થયા છે અને દિલ્હી, લખનૌ, પટના સહિત ભારતમાં પણ ઇમારતો હલી હતી. નેપાળના નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરે જણાવ્યું છે કે ભૂકંપની તીવ્રતા 6.4 હતી પરંતુ જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ બાદમાં તેની તીવ્રતા ઘટાડીને 5.7 કરી અને યુએસ જીઓલોજિકલ સર્વેએ તેની તીવ્રતા 5.6 હોવાનો જણાવ્યું છે.

પહાડી જિલ્લામાં ભૂકંપ
સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું છે કે જાજરકોટમાં ભૂકંપના કેન્દ્રની નજીકના વિસ્તાર સાથે સંપર્ક સાધવો ખુબ મુશ્કેલ હતો. અહી 190,000ની વસ્તી ધરાવતો પહાડી જિલ્લો છે અને પહાડોમાં પથરાયેલા ગામો પણ આવેલા છે. જાજરકોટ સ્થાનિક અધિકારી હરીશ ચંદ્ર શર્માએ જણાવ્યું છે કે તેમના જિલ્લામાં 34થી વધુ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે પડોશી રુકુમ પશ્ચિમ જિલ્લામાં પોલીસ અધિકારી નામરાજ ભટ્ટરાઈએ જણાવ્યું છે કે અહી પણ 35થી વધુ લોકોના મોત થયા છે.

Be the first to comment on "5.6ની તીવ્રતાના ભૂકંપથી ધણધણી ઊઠ્યું નેપાળ: 128 લોકોના મોતથી બની ગયું કબ્રસ્તાન- જુઓ ખોફનાક મંજરના દ્રશ્યો"

Leave a comment

Your email address will not be published.


*