પોતાનું ઘર અને દુકાનો ગીરવે રાખીને પણ અભિનેતા સોનુ સુદ કરી રહ્યો છે જરૂરીયાતમંદ લોકોની સેવા

ગરીબ લોકોની મદદ માટે આવનાર પ્રખ્યાત અભિનેતા સોનુ સૂદને લઈ હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. સોનુ સૂદ લૉકડાઉન દરમિયાન વિવિધ રીતે જરૂરિયાતમંદ લોકોને મદદ કરી રહ્યો છે. સોનુ સૂદે પ્રવાસી શ્રમિકોને તેમના વતન મોકલ્યા હતા. સોનુ સૂદે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે પોતાની સંપત્તિ ગીરવે મૂકી છે.

સોનુએ કુલ 2 દુકાનો અને કુલ 6 ઘર ગીરવે મૂકીને કુલ 10 કરોડ રૂપિયાની લોન લીધી છે. મળી રહેલ જાણકારી પ્રમાણે સોનુ સૂદે જુહૂમાં આવેલ કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ કુલ 2 દુકાનો અને શિવ સાગર કો-ઓપરેટિવ હાઉસિંગમાં આવેલ કુલ 6 ફ્લેટ ગીરવે મૂક્યા છે. આ બિલ્ડિંગ જુહૂના ઈસ્કોન મંદિર પાસે AB નાયર રોડ પર આવેલ છે.

સોનુ સૂદે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકમાંથી કુલ 10 કરોડ રૂપિયાની લોન લીધી છે. 15 સપ્ટેમ્બરે એગ્રીમેન્ટ સાઈન કરવા માટે આવ્યો હતો. આની સાથે જ 24 નવેમ્બરે રજિસ્ટ્રેશન થયું હતું. ડોક્યુમેન્ટ્સ મુજબ, સોનુ સૂદે કુલ 10 કરોડની લોનની રજિસ્ટ્રેશન ફી માટે કુલ 5 લાખ રૂપિયા ચૂકવ્યા છે. આ સંપત્તિ સોનુ સૂદ અને તેની પત્ની સોનાલીના નામે છે.

સોનુ સૂદ અને તેની ટીમ તરફથી હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. રિયલ એસ્ટેટ એક્સપર્ટના મત પ્રમાણે, હોમ લોન કરતાં પ્રોપર્ટી લોનનો વાર્ષિક દર કુલ 12-15% હોય છે. સામાન્ય રીતે આ લોન કુલ 10-15 વર્ષ માટેની હોય છે. સોનુ સૂદે લૉકડાઉન વખતે શ્રમિકોને બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ સહિત અનેક રાજ્યમાં મોકલ્યા હતા.

તેણે શ્રમિકોની મદદ કરવા માટે ટોલ ફ્રી નંબર પણ શરૂ કર્યો હતો. સોનુ સૂદે સ્પેશિયલ બસોની વ્યવસ્થા કરી આપી હતી. આની ઉપરાંત સોનુ સૂદે મુંબઈથી કુલ 170 શ્રમિકોને ફ્લાઈટમાં દેહરાદૂન, ઉત્તરાખંડ મોકલ્યા હતા. આની પહેલાં તેણે કેરળથી કુલ 167 શ્રમિકોને ઓરિસ્સા ફ્લાઈટમાં મોકલ્યા હતા.

સોનુ સૂદે મુંબઈમાં હેલ્થ વર્કર્સને PPE કિટ્સ દાનમાં આપી હતી. પંજાબમાં કુલ 1,500 PPE કિટ્સ દાનમાં આપી હતી. મહારાષ્ટ્રમાં કુલ 25,000 પોલીસ અધિકારીઓને ફેસશિલ્ડ દાનમાં આપવામાં આવ્યા હતા. જુલાઈ મહિનામાં સોનુ સૂદે સ્પેશિયલ ચાર્ટર્ડ ફ્લાઈટ કરીને કિર્ગીસ્તાનથી કુલ 135 ભારતીય વિદ્યાર્થીઓને વારાણસી મોકલ્યા હતા. સોનુ સૂદને ‘યુનાઈટેડ નેશન ડેવલપ્મેન્ટ પ્રોગ્રામ’ (UNDP)એ સ્પેશિયલ અવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *