આ હૉટ હસીના તૈમૂર અલી ખાન સાથે કરવા માંગે છે લગ્ન, જાણીને કરીનાને પણ લાગ્યો આંચકો

કરીના કપૂરનો ચેટ શો ‘વોટ વુમન વોન્ટ’ ખૂબ જ લોકપ્રિય છે. આ શોમાં બોલિવૂડની ઘણી મહિલા સેલેબ્સ છે. જેમાં કરીનાએ તેના પર સવાલ ઉઠાવ્યા છે અને તે તેના જીવનની ઘણી વાતો પણ જણાવે છે. ડાન્સર અને અભિનેત્રી નોરા ફતેહી આ શોમાં કરીના સાથે વાત કરવા પહોંચી હતી.

નોરા ફતેહીએ શો પર જણાવ્યું હતું કે, તે તૈમૂર અલી ખાન સાથે લગ્ન કરવા માંગે છે. આ સાથે, તેણે એ પણ કહ્યું કે, તે તેના મોટા થવાની રાહ જોશે. કરીના આ સાંભળીને હસવા લાગી અને તે સમજી શકી નહીં કે શું જવાબ આપવો.

હકીકતમાં, કરીના કપૂરે નોરા ફતેહીને કહ્યું હતું કે, તેને અને સૈફ અલીને નોરાના ડાન્સ મૂવ્સ ખૂબ પસંદ છે. આ પછી, નોરાએ તૈમૂરને કહ્યું, ‘હું ઇચ્છું છું કે તૈમૂર જલ્દી મોટો થાય, પછી હું તેની સાથે સગાઈ અને લગ્ન વિશે વિચારી શકું.’ કરીના નોરાની વાત સાંભળીને હસવા લાગી.

આના જવાબમાં કરીના કપૂરે કહ્યું હતું કે, ‘હવે તે માત્ર 4 વર્ષનો છે.’ નોરાએ જવાબ આપ્યો અને કહ્યું કે, કોઈ વાંધો નહીં, તે રાહ જોશે. હવે સોશિયલ મીડિયા પર બંનેની વાતચીતની આ ક્લિપ એકદમ વાયરલ થઈ ગઈ છે. લોકો આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ ક્લિપ ખૂબ જોવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે, તૈમુર અલી ખાન સ્ટાર કિડ્સમાં સૌથી લોકપ્રિય છે. તૈમૂરને લોકો ખુબ પસંદ કરે છે અને ઘણીવાર તૈમૂરની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. તમને જણાવી દઈએ કે, તૈમૂર જલ્દી જ મોટો ભાઈ બનવા જઈ રહ્યો છે, ટૂંક સમયમાં એક નાનો મહેમાન તેના ઘરે આવવા જઇ રહ્યો છે. તેની માતા કરીના બીજી વખત ગર્ભવતી છે અને આતુરતાથી બાળકના આવવાની રાહ જોઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *