‘રહી જીંદગી તો ફિર મિલેંગે, અલવિદા’ 12 પાનાની સ્યુસાઇડ નોટ લખી રાજકોટના વેપારીએ જિંદગી ટૂંકાવી

રાજકોટ (ગુજરાત): રાજકોટ (Rajkot) માં આવેલ કરણસિંહજી મેઈન રોડ (Karan Singhji Main Road) પર યશ રેજન્સી એપાર્ટમેન્ટ (Yash Regency Apartment) માં રહેતા સોની વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી આપઘાત (Suicide) કરી લીધો હતો. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

પોલીસ તપાસમાં 12 પાનાની સ્યુસાઇડ નોટ મળી આવી હતી કે, જેમાં મૃતકે કહ્યું હતું કે, જે મહિલાએ તેની પત્નીનું કન્યાદાન આપ્યું તેણે જ 75 લાખ રૂપિયા તો ન આપ્યા આની સાથોસાથ 37 લાખ રૂપિયા માંગ્યા હતા. આની ઉપરાંત તેણે લખ્યું હતું કે, શોભનાબાને લીધે પત્નીથી પણ અલગ થવું પડ્યું હતું’.

ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું:
કરણસિંહજી સ્કૂલ રોડ પર આવેલ યશ એપાર્ટમેન્ટમાં રહેતા રમેશભાઈ મોરારજીભાઈ નામના વેપારીએ પોતાના ફ્લેટમાં ઝેરી દવા પી ને જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટના અંગે A ડિવિઝન પોલીસ મથકના PSI ટી.ડી.ચુડાસમા તથા હેડકોન્સ્ટેબલ રવિભાઈ વાઘેલા અને અન્ય પોલીસનો સ્ટાફ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસ તપાસમાં 12 પાનાની સ્યુસાઇડ નોટ મળી આવી હતી.

સ્યુસાઇડ નોટમાં 8 જેટલા વ્યાજખોરના નામ સામેલ:
આ મામલે પોલીસ ઘટનાસ્થળ પર ગઈ ત્યારે એમની પાસેથી સ્યુસાઇડ નોટ મળી આવતા એમાં કુલ 8 જેટલા વ્યાજખોરના નામ હતા. રમેશભાઈએ સ્યુસાઇડ નોટમાં કહ્યું હતું કે, મારા મૃતદેહને મારી દીકરી કાવેરી જ અગ્નિદાહ આપે તે મારા દીકરા કરતા વિશેષ છે. મારો ફ્લેટ મારી દીકરી કાવેરીનાં નામે કરૂં છું કે, હું જ્યાં ફ્લેટમાં રહું છું, તે મારા પોતાના નામે સ્વતંત્ર છે, જે હું મારી દીકરી કાવેરીના નામે વસિયતનામું કરૂં છું, જેથી ફ્લેટ બાબતે કોઈએ માથાકૂટ કરવી નહીં.

છેલ્લા પાંચ વર્ષથી શોભનાબાની સાથે વ્યવહાર નથી:
મૃતકે સ્યુસાઇડ નોટમાં જણાવ્યા પ્રમાણે મારા વૈરાગીની સાથે લવમેરેજ થયા ત્યારે શોભનાબાએ જ કન્યાદાન કર્યુ હતું તેમજ હાલમાં હું તથા મારા પત્ની વૈરાગીબેન છેલ્લા 2 વર્ષથી શોભનાબાને લીધે અમે અલગ અલગ રહીએ છે, મારા પત્નીને છેલ્લાં 5 વર્ષથી શોભનાબાની સાથે વ્યવહાર નથી પણ મારા રૂપિયા તેની પાસેથી લેવાનાં હોવાથી મારે વ્યવહાર મુકાય તેમ ન હતો કે, જેથી મારી પત્ની મારાથી અલગ થઇ ગઈ હતી.

3.50 લાખ રૂપિયા વ્યાજખોરો હડપ કરી ગયા:
આરોપીઓએ કેટલાક લોકો પાસેથી પૈસા લઈને તેનું ફુલેકુ ફેરવ્યું છે. આની માટે આવા કેસમાં પોલીસ પૂરતું ધ્યાન આપે તો નિર્દોષ તથા સામાન્ય જનતા આપઘાત માટેનું પગલું ભરવા માટે મજબૂર ન થાય. આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધીને સખત સજા થાય એવી મારી અંતિમ ઈચ્છા છે.

આની સાથે જ મૃતકે સ્યુસાઇડ નોટમાં જણાવ્યા પ્રમાણે 5 વ્યક્તિઓએ અંતિમ ક્રિયાનો સમાન મફત આપવાનું સેવા કાર્ય ચલાવતા હતા, જેના એકઠા કરેલ 3.50 લાખ રૂપિયા 2 વર્ષ અગાઉ આ વ્યાજખોરો લઈ ગયા હતા તેમજ આજદિન સુધી પાછા આપ્યા ન હતા .

છેલ્લા 20 વર્ષથી ધંધાકીય સંબંધો છે:
મૃતક રમેશભાઈએ સ્યુસાઇડ નોટમાં કહ્યું હતું કે, જેમાં શોભનાબા કૃષ્ણસિંહ રાયજાદા,કૃષ્ણસિંહ પ્રતાપસિંહ રાયજાદા,ધનરાજસિંહ કૃષ્ણસિંહ, દિલીપસિંહ પ્રતાપસિંહ, દિવ્યાબા દિલીપસિંહ, મુન્નાભાઈ સાંઢવાળા તથા જગાભાઈ કાલંભડી સહિતના લોકોની સાથે છેલ્લા 20 વર્ષથી ધંધાકીય સંબંધો રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *