નવા એરપોર્ટની જમીન માપવા ગયેલા એન્જિનિયરનું ડૂબી જતા મોત- પરિવારે એકનો એક ‘કુળદિપક’ ગુમાવ્યો

મોરબી(ગુજરાત): હાલમાં મોરબી(morbi)નાં રાજપર(rajpar)માં એક ચકચારી ઘટના બનવા પામી છે. જેમાં રાજપર નજીક નવા બની રહેલા એરપોર્ટ (Morbi Rajpar New Airport) પાસે એક કરૂણ ઘટના…

મોરબી(ગુજરાત): હાલમાં મોરબી(morbi)નાં રાજપર(rajpar)માં એક ચકચારી ઘટના બનવા પામી છે. જેમાં રાજપર નજીક નવા બની રહેલા એરપોર્ટ (Morbi Rajpar New Airport) પાસે એક કરૂણ ઘટના ઘટી છે. આ ઘટનામાં એક આશાસ્પદ એન્જિનિયર યુવકનું (Engineer Drowned in Lake) અકાળે મોત થયું છે. નવા બની રહેલા એરોપોર્ટની જમીન માપણી કરવા આવેલ યુવક એકાએક ગુમ થઈ ગયો હતો.

જાણવા મળ્યું છે કે, આ યુવક તળાવમાં ડૂબ્યો હોવાની પોલીસને આશંકા હતી જેને લઈને રાત્રીના મોરબી તાલુકા પોલીસ ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી તરવૈયાઓ અને રાજપર ગ્રામજનોની મદદથી યુવકને શોધવા કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે સવારે 10 વાગ્યાનાં અરસામાં એન્જીનિયર યુવકનો મૃતદેહ રાજપરના તળાવમાંથી મળી આવ્યો હતો. આ ઘટનામાં એક પરિવારે તેનો વ્હાલસોયો ગુમાવ્યો છે. જેમાં 14 કલાકની ભારે મહેનત બાદ મૃતદેહ મળતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, ઉદ્યોગનગરી મોરબીમાં રાજપર નજીક એક નવું એરપોર્ટ બની રહ્યું છે. આ એરપોર્ટની જમીન માપણીનું કામ ચાલી રહ્યું છે. જેથી ત્યાં જમીન માપણી થઈ રહી છે. જાણવા મળ્યું છે કે, જમીનની માપણી માટે એન્જિનિયર ઉત્તમ કુલતરિયા આવ્યો હતો. જોકે, એકાએક આ યુવક ગુમ થઈ જતા તેના પરિવાર સહિતના લોકો ચિંતામાં મૂકાઈ ગયા હતા.

આ દરમિયાન, એન્જિનિયર ઉત્તમ સૂચિત એરપોર્ટ નજીક તળાવમાં ડૂબ્યો હોવાની પોલીસને આશંકા ગઈ હતી. ત્યારે મોરબી તાલુકા પોલીસ દ્વારા આ તળાવમાં જ ફોકસ કરી અને સ્થાનિક ગ્રામજનોની મદદથી તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. લાગલગાટ 14 કલાકની શોધખોળના અંતે રાજપર તળાવમાંથી ઉત્તમ કુલતરિયાનો મૃતદેહ મળી આવ્યો હતો.

જાણવા મળ્યું છે કે, મૃતદેહ મળી આવતા તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના અંગે વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે તો બીજી બાજુ આશાસ્પદ યુવાનના કરુણ મોતથી પરિવારમાં શોક્નોન માહોલ છવાઈ ગયો છે. હાલ પોલીસ દ્વારા આ બનાવ કઈ રીતે બન્યો તેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ ઘટનામાં સૌથી મોટો પ્રશ્ન એ સર્જોયો છે કે, જમીન માપણી કરવા આવેલો એન્જિનિયર યુવક તળાવ સુધી પહોંચ્યો કેવી રીતે શું તે તળાવમાં લપસ્યો અથવા તો ન્હાવા પડ્યો હતો આ તમામ પ્રશ્નોએ હાલ ભારે કુતૂહલ સર્જ્યુ છે. ચોમાસાની સિઝનમાં જ્યારે પાણી નજીક જવું જોખમ હોય છે ત્યારે આ યુવકનું કેવી રીતે મોત નીપજ્યું તે ઊંડી તપાસનો વિષય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *