અરે વાહ! અફઘાનીસ્તાનના કાબુલમાં નવરાત્રી પર ગુંજી ઉઠ્યા હરે કૃષ્ણ અને હરે રામાના ભજન- જુઓ વિડીયો

Published on: 2:41 pm, Wed, 13 October 21

આ દિવસોમાં અફઘાનિસ્તાન(Afghanistan)ની રાજધાની કાબુલ(Kabul)માં નવરાત્રી(Navratri 2021) તહેવાર ઉજવવામાં આવે છે. ત્યાં સમગ્ર વાતાવરણ ભજન અને કીર્તનને કારણે ભક્તિમય બની ગયું છે. હવે તમે વિચારતા હશો કે જો તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કર્યો છે, તો પછી હિન્દુઓ અને શીખો(Hindu and Sikh Community in Afghanistan) ત્યાં નવરાત્રિ કેવી રીતે ઉજવી રહ્યા છે. તેનો જવાબ સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થતા વિડિયોમાં(Viral video)થી મળી જશે.

તાલિબાનના ભય હેઠળ જીવતા હિન્દુ અને શીખ સમુદાયના લોકો નવરાત્રિ પર કાબુલના અસ્માઈ મંદિરમાં કીર્તન અને ભજન કરી રહ્યા છે. તેના વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. આ પહેલા અનેક તાલીબાનીઓના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા જેમાં તાલીબાની પોતાની ભાન ભૂલી ગયા હોય તેવું આ વિડીયોને જોતા લાગી રહ્યું હતું.

મળતી માહિતી અનુસાર, કાબુલના અસ્માઈ મંદિરની મેનેજમેન્ટ કમિટીના ચેરમેન રામ શરણ સિંહે જણાવતા કહ્યું છે કે, તેમણે કીર્તન અને જાગરણ સાથે ભંડારાનું આયોજન કર્યું હતું. જેમાં જરૂરિયાતમંદોને ભોજન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આશરે 150 લોકો ભેગા થયા હતા, જેમાં અફઘાનિસ્તાનમાં રહેતા હિન્દુઓ સાથે શીખ પણ સામેલ હતા.

આ હિન્દુ-શીખોએ ભારત સરકારને અફઘાનિસ્તાનમાંથી જલ્દીથી હાંકી કાઢવા અપીલ પણ કરી છે. આ લોકોનું કહેવું છે કે. અત્યારે અફઘાનિસ્તાનની આર્થિક સ્થિતિ બિલકુલ સારી નથી. તેઓ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. હાલમાં અફઘાનિસ્તાનમાં લોકોને ખુબ જ મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.

અગાઉ અફઘાનિસ્તાનમાં તાલીબાનીઓના રાજ દરમિયાન રહેતા લોકોને ખુબ જ મુશ્કેલીઓ પડી રહી છે. કાબુલમાં અભ્યાસ માટે જતા વિધાર્થીઓના અભ્યાસરૂમમાં છોકરાઓ અને છોકરીઓ વચ્ચે પડદો રાખવામાં આવે છે. સાથે જ સ્ત્રીઓને પણ ઘરની બહાર ન નીકળે તેવી પરિસ્થિતિ તાલીબાનીઓના રાજમાં જોવા મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.