રાજ્યમાં અકસ્માતોની હારમાળા સર્જાઈ હોય એવું લાગી રહ્યું છે. કારણ કે, અવારનવાર કેટ-કેટલાય માર્ગ અકસ્માતની ઘટનાઓ રાજ્યમાંથી સામે આવી છે. કેટલાક લોકોને પોતાના જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે ત્યારે હાલમાં આવો જ અન્ય એક બનાવ રાજ્યના સુરત શહેરમાંથી સામે આવ્યો છે.
સુરતમાં આવેલ અઠવાગેટ વિસ્તારમાં રોડની બીજી બાજુ જઈ રહેલ રાહદારીને એક બાઈક ચાલકે અડફેટે લઈ લીધો હતો. જેને કારણે યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. ત્યારપછી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. ટ્રાફિકથી ધમધમતા શહેરમાં આવા પ્રકારના અકસ્માતો છાસવારે બનતા રહેતા હોય છે.
આવા અકસ્માતનો ભોગ બનવાથી બચવા માટે લોકોને સાવધાની રાખવા માટેની અપીલ કરવામાં આવતી હોય છે. શહેરમાં રોજ અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. સામાન્ય રીતે રસ્તો ઓળંગતી વખતે લોકો ખૂબ જ સાવધાની રાખતા હોય છે પણ ઘણીવાર વાહનચાલકો ગફલતભરી રીતે વાહન હંકારતા હોય છે. જેને કારણે નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બની જતા હોય છે.
આ ઘટનાની વાત કરીએ તો રસ્તો ઓળંગી રહેલ યુવકને બાઇક ચાલકે અડફેટે લીધો હતો. જેને કારણે યુવકના શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. જેથી એને સારવાર અર્થે તાત્કાલિક પાસેની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. આ મામલે સામે આવેલ CCTVમાં જોઈ શકાય છે કે, પીળો શર્ટ પહેરીને એક વ્યક્તિ રસ્તો ઓળંગી રહ્યો છે.
આ દરમિયાન સામેથી આવી રહેલ બસની બાજુમાં એક બાઇક ચાલક આવી રહ્યો છે કે, જેણે આ વ્યક્તિને અડફેટે લીધો હતો. આ વાયરલ વીડિયોમાં રાહદારીને અડફેટે લીધા પછી બાઇક ચાલક પણ નીચે પટકાયો હોવાનું જોઈ શકાય છે. તરત જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હોવાનું પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.