પિતાએ સમયસર ઘરે આવવા કહ્યું તો બીજા દિવસે ઘરમાં આવ્યો દીકરાનો મૃતદેહ- હચમચાવી દેશે આ ઘટના

રાજસ્થાન: બુંદી જિલ્લાના દઈખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે સવારે એક યુવાનનો મૃતદેહ બાવળના ઝાડ પર લટકતો જોવા મળ્યો હતો. યુવકની લાશ જોઈને વિસ્તારમાં સનસનાટી ફેલાઈ…

રાજસ્થાન: બુંદી જિલ્લાના દઈખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે સવારે એક યુવાનનો મૃતદેહ બાવળના ઝાડ પર લટકતો જોવા મળ્યો હતો. યુવકની લાશ જોઈને વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી આ મામલે તપાસ શરુ કરી હતી. પોલીસે મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી મોચરીમાં રાખ્યો અને પરિવારના સભ્યોને જાણ કરી હતી.

મૃતક હનુમાન ઇટાવા શહેરના શેઓપુરિયા ગામનો રહેવાસી હતો. એક દિવસ પહેલા તેના પિતા સાથે ઝઘડો થયો હતો. પિતાએ તેને સમયસર ઘરે આવવાનું કહ્યું હતું. હાલ દઈખેડા પોલીસ તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરી રહી છે.

દઈખેડાના એસએચઓ સત્યનારાયણે જણાવ્યું હતું કે, ખક્તા ડ્રેઇન પાસે યુવક ઝાડ પર લટકતો જોવા મળ્યો હતો. સંબંધીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. મૃતકના પિતા સીતારામએ જણાવ્યું હતું કે, તે ખેતીકામ કરે છે. હનુમાન તેમના એકમાત્ર પુત્ર હતા. તેના લગ્ન 4 વર્ષ પહેલા થયા હતા. ત્યારથી તેની પત્ની પિયરમાં રહેતી હતી. ઘણીવાર હનુમાન ઘરે મોડો આવતો હતો. આ બાબતે તેને વહેલા ઘરે આવવાનું કહેવામાં આવ્યું હતું. ખબર નહોતી કે, તે આવું પગલું ભરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *