કોલેજના ટ્રેનર અને વિદ્યાર્થિની વચ્ચે શરુ થયું પ્રેમ પ્રકરણ અને તેનો એવો અંત આવ્યો કે… -સમગ્ર ઘટના જાણી…

રાજ્યમાંથી અવારનવાર એવા સમાચાર સામે આવતા હોય છે કે, કોઈ યુવતીએ કોઈ યુવકની સાથે ચાલી રહેલ પ્રેમસંબંધનો કરુણ અંત આવ્યો હોય! આવી જ એક અન્ય ઘટના રાજ્યમાંથી સામે આવી છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલ કરંજવેરી ગામની ગુમ થયેલ યુવતીની તપાસ કરતા વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ચોંકાવનાર ખુલાસો થયો છે.

જાન્યુઆરી માસમાં ગુમ થયેલ યુવતીની તેના જ પ્રેમીએ ઝેરી દવા પીવડાવીને હત્યા કર્યા પછી ઓળખ છુપાવવા મોં પર પથ્થરના ઘા મારીને પોલીસને પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યા હતા. જો કે, છેવટે વલસાડ જિલ્લા LCB પોલીસ તથા ધરમપુર પોલીસે આ સનસનીખેજ હત્યા કેસનો ભેદ ઉકેલીને આરોપી પ્રેમીની ધરપકડ કરી લીધી છે.

મળી રહેલ જાણકારી મુજબ, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલ કરંજવેરી ગામની મનિષાબેન ચૌહાણ નામની એક યુવતી 24 જાન્યુઆરીએ ઘરેથી ગુમ થઈ હોવાની પોલીસ ફરિયાદ ધરમપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જેથી ધરમપુર પોલીસ દ્વારા ગુમ થયેલી યુવતીની તપાસ માટે આજુબાજુના વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

એમ છતાં યુવતીની ભાળ ન મળતા ધરમપુર પોલીસે અન્ય પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ત્યારપછી બારડોલી પોલીસ સ્ટેશનની હદમાં એક અજાણી યુવતીની હત્યા કરાયેલ અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો હોવાનું ધરમપુર પોલીસને જાણ થઈ હતી.

જેથી ધરમપુર પોલીસે બારડોલી પાસે મૃત હાલતમાં મળી આવેલ અજાણી યુવતીના ફોટોની તપાસ કરીને ખરાઈ કરતા આ મૃતદેહ ધરમપુર તાલુકાના કરંજવેરી ગામની તેમજ જાન્યુઆરી માસથી ગુમ મનીષા બેન ચૌહાણ નામની યુવતીનો જ હોવાનો સામે આવ્યું હતું.

જેથી ધરમપુર પોલીસ તથા વલસાડ જિલ્લા LCB પોલીસે હત્યા કેસનો ભેદ ઉકેલવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. ધરમપુર પોલીસના પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, મૃતક યુવતી મનીષાના તાપી જીલ્લાના વાલોડ તાલુકામાં આવેલ ધામોદલા ગામના રહેવાસી જયદ્રપ કુમાર ચૌધરીની સાથે પ્રેમસંબંધ હતો.

જયદ્રપ ચૌધરી વર્ષ 2019માં ધરમપુરની સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજીમાં ટ્રેનર તરીકે ફરજ બજાવી રહ્યો હતો તેમજ કોલેજમાં જ મનીષા ચૌહાણ વિદ્યાર્થિની તરીકે અભ્યાસ કરી હતી. અભ્યાસ વખતે ટ્રેનર જયદ્રપ ચૌધરી તથા વિદ્યાર્થિની મનીષા ચૌહાણની આંખો મળી ગઇ હતી તેમજ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.

જો કે, મનીષા ચૌહાણ જયદ્રપ ચૌધરીની કોલેજ જઈને સ્ટાફની સાથે ગેરવર્તન કરતી હતી. જેથી પોતાનું સ્વમાન ઘવાયું હોવાતું માનીને જયદ્રાપ મનીષાને ત્યાં ન આવવાની જાણ કરવામાં આવી હતી. એમ છતાં યુવતી કોલેજ ઘણીવાર આવતી તેમજ એવું જ થતું વર્તન કરતા છેવટે કંટાળીને જયદ્રપ ચૌધરીએ ધરમપુરમાં નોકરી છોડીને તાપી જિલ્લાના વ્યારામાં માર્કેટિંગનો વ્યવસાય શરૂ કર્યો હતો.

ત્યારપછી બંને વચ્ચેનો સંપર્ક તૂટી જવાથી જાન્યુઆરી મહિનાની 24 તારીખે મૃતક મનીષા ચૌહાણે જ્યદ્રપ ચૌધરીને ફોન કરીને તેની સાથે લઈ જવા માટે આગ્રહપૂર્વક દબાણ કર્યું હતું. જયદ્રપ ચૌહાણે મનીષાને સમજાવવા પ્રયત્ન કર્યા હતા પણ યુવતી માનવા તૈયાર ન થતા છેવટે જયદ્રપ ચૌધરીએ મૃતક મનીષા ચૌહાણને મળવા માટે વાંસદા બોલાવી હતી.

વાંસદાના એક ગેસ્ટ હાઉસમાં રોકાઈને મનીષા ચૌધરીને સમજાવવા માટે પ્રયત્ન કર્યા હતા પણ મનીષા સમજવા માટે તૈયાર ન હતી તેમજ તે જયદ્રપની સાથે જ તેના ઘરે જવાની હઠ પકડીને બેઠી હતી. જેથી પીછો છોડાવવા માટે જયદ્રપ ચૌધરીએ તેને મોપેડ પર લઈ જઈને પોતાના ગામ બાજુ આવવા નીકળ્યો હતો.

આ દરમિયાન તાપી જીલ્લામાં આવેલ બાજીપુરા પાસે આવતા જ બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. જેથી આરોપી જયદ્રપ ચૌધરીએ વાલોડ પાસેથી પસાર થતી એક નહેરના કિનારે આવીને પોતાની સાથે લાવેલ ઝેરી પ્રવાહીની બોટલ બહાર કાઢીને મૃતક મનીષા ચૌહાણને કહ્યું હતું કે, બંને મળી શકીએ તેવી સ્થિતિ ન હોવાને લીધે આ ઝેરી દવા પીને જ આપઘાત કરી લઈએ.

આવું જણાવી જયદ્રપ ચૌધરીએ બંને એકસાથે જ આપઘાત કરવા જણાવતા મનીષા માની ગઈ હતી. જો કે, આરોપીએ પહેલા ઝેરી પ્રવાહી મનીષાને પીવડાવ્યા પછી પોતે પીધું ન હતું. જેથી ઝેરી દવા પી જતા થોડા જ સમયમાં મનીષા બેભાન થઈ જતા આરોપી જયદ્રપ ચૌધરીએ તેનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

ત્યારપછી ઓળખ છુપાવવા માટે મૃતક મનીષાના ચહેરા પર પથ્થરના ઘા ઝીંકીને ચહેરો પણ ઓળખવા લાયક રાખ્યો ન હતો. આની સાથે જ જયદ્રપ ચૌધરી ઘટનાસ્થળ પરથી ભાગી ગયો હતો. જો કે, છેવટે બારડોલી પોલીસને યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ ધરમપુર પોલીસને થતાંની સાથે જ ધરમપુર પોલીસે આરોપી જયદ્રપ ચૌધરીની ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *