દક્ષિણ ભારતીય ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા જયપ્રકાશ રેડ્ડીનું 74 વર્ષની વયે અવસાન થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. આંધ્રપ્રદેશના ગુંટુરમાં તેમણે અંતિમ શ્વાસ લીધો છે. હાર્ટએટેક આવ્યા બાદ મંગળવારે સવારે તેમનું નિધન થયું હતું. જયપ્રકાશ રેડ્ડી તેલુગુ ફિલ્મના દર્શકોમાં કોમેડી અભિનેતા તરીકે ઓળખાય છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત બ્રહ્મપુત્રુદુ ફિલ્થીમ કરી હતી.
જયપ્રકાશ રેડ્ડીના મૃત્યુના સમાચાર સાંભળ્યા બાદ ટોલીવુડ સહિત બોલીવુડમાં પણ શોકની લાગણી જોવા મળી રહી છે. ટ્વિટર પર તેમના માટે શ્રદ્ધાંજલિ અને શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન.ચંદ્રબાબુ નાયડુએ પણ તેમના મૃત્યુના સમાચાર મળ્યા પછી જયપ્રકાશ રેડ્ડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
TDP (Telugu Desam Party) chief N Chandrababu Naidu expresses grief on the passing away of Telugu actor Jaya Prakash Reddy. pic.twitter.com/4J8FfUcnUb
— ANI (@ANI) September 8, 2020
સમાચાર પત્રો અનુસાર, જયપ્રકાશ હાર્ટ એટેકને કારણે તેમના બાથરૂમમાં પડી ગયા હતા. રેડ્ડી કુર્નૂલના અલ્લાગદ્દાના રહેવાસી હતા. બ્રહ્મપુત્રુ ફિલ્મથી તેમણે પોતાની કરિયરની શરૂઆત કરી હતી અને 1980ના દાયકાના અંતમાં ઘણી ફિલ્મોમાં નાના પાત્રોમાં અભિનય કર્યો. પરંતુ, તેમને બાલકૃષ્ણ સ્ટારર સમરસિમ્હા રેડ્ડી ફિલ્મથી તેમને ઓળખ મળી હતી.
જયપ્રકાશ રેડ્ડીને તેલુગુ ફિલ્મોના દર્શકોમાં જેપી તરીકે જાણીતા હતા. એક કોમેડી અભિનેતા તેમજ તેમની સાથે જયમ માનડે રા અને ચેન્નકેસા રેડ્ડી જેવી ફિલ્મોમાં તે વિલનની ભૂમિકા માટે પણ જાણીતા હતા.આમ ટોલીવુદના એક દિગ્ગજ અભિનેતાના અવસાનથી મોટી ખોટ આવી પડી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en