સુરત(ગુજરાત): અજાણ્યા યુવકે અઠવાલાઈન્સ તરફથી રિક્ષામાં સરદાર બ્રિજ પર ઉતરીને રેલીંગ પર ચડી ‘હર હર મહાદેવ’ બોલીને તાપીમાં કુદી પડ્યો હતો. આસપાસના લોકોએ આ જોયું ત્યારે તેમણે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેથી ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને તાપીમાં શોધખોળ શરુ કરી હતી. પરંતુ યુવકનો કોઈ પત્તો લાગ્યો ન હતો.
અઠવાલાઈન્સ તરફથી એક રિક્ષામાં અજાણ્યો વ્યક્તિ સોમવારે બપોરે સરદાર બ્રિજ પર રિક્ષા ઉભી રખાવીને બ્રીજ વચ્ચે ઉતરી ગયો હતો. બ્રિજની રેલીંગ પર યુવક ચડી ગયો હતો. આસપાસના લોકોની નજર પડી ત્યારે તે લોકો યુવકને નીચે ઉતારવા માટે દોડી ગયા હતા. પરંતુ લોકો તેને નીચે ઉતારે તે પહેલા યુવકેએ ‘હર હર મહાદેવ’ બોલી તાપીમાં પડી ગયો હતો.
લોકોએ તરત જ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ત્યારે ફાયરબ્રિગેદે તાપીમાં અજાણ્યા યુવકની શોધ શરુ કરી હતી. દોઢે કલાક સુધી શોધખોળ શરુ હતી. જોકે ભરતીનુ વહેણ હોવાથી વહેણમાં તણાઈ જવાના કારણે યુવકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ફાયર ઓફિસર ઈશ્વર પટેલનું કહેવું છે કે, અમે શોધખોળ કરી હતી પરંતુ વહેણ વધુ હોવાને કારણે યુવકની લાશ મળી ન હતી. યુવકની કાલે ફરીથી શોધખોળ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.