રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-2 કરી દેવામાં આવ્યું છે. રાજ્યમાં દુકાનો તથા ઓફિસો સહિત મોલ, મલ્ટીપ્લેક્સ અને મંદિરો ખોલવાની છૂટ આપી દેવામાં આવી છે. ત્યારે કોરોના સંક્રમિતની વ્યક્તિ ક્યાં મોલ અને ક્યાં દુકાનમાં ફરવાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે તે શોધવું તંત્ર માટે મુશ્કેલીરૂપ બની જાય છે. તંત્રની આ સમસ્યા દૂર કરવા માટે સુરતના અંકિત ગાબાણી અને કિશન દેપાણી નામના બે સોફ્ટવેર ડેવલોપરે YRHP Monitor નામની એપ્લિકેશન બનાવી છે જેનાથી કોરોના સંક્રમિત વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી સ્થળ, તારીખ અને સમય સહિત માત્ર ગણતરીની જ સેકન્ડોમાં જાણી શકાશે. જેનાથી સુરત મ્યુનીસીપાલ કોર્પોરેશનનું કામ ઘણું સરળ થઇ જશે.
અંકિત ગાબાણી અને કિશન દેપાણી દ્વારા આ એપ્લિકેશનને દોઢ મહિનાની મહેનત બાદ તૈયાર કરવામાં આવી છે. મોલ સંચાલકો તથા દુકાન ચાલકો આ એપ્લિકેશનનો નોંધણી તથા ચેકીંગ માટે ઉપયોગ કરી શકશે. મોલ કે દુકાનદાર દ્વારા સ્થળ પર આવતા દરેક વ્યક્તિનું આધારકાર્ડ અથવા પાન કાર્ડ સ્કેન કરવામાં આવશે. આ ડોક્યુમેન્ટ માત્ર 10 સેકન્ડમાં જ સ્કેન થઇ જશે અને અને તે વ્યક્તિનો નામ, નંબર અને એડ્રેસનો ડેટા ક્લાઉડ પર અપલોડ થઇ જશે. ડેટાનો એક્સેસ માત્ર SMC ને જ આપવામાં આવશે જેથી દરેક વ્યક્તિનો ડેટા સુરક્ષિત રહેશે.
ઉપરાંત જે વ્યક્તિનું આઈડી પ્રુફ સ્કેન કરવામાં આવશે અને તે વ્યક્તિનો રેકોર્ડ કોરોના પોઝિટિવ હશે તો દુકાનદાર કે મોલ સંચાલક દ્વારા જેવું જ તે વ્યક્તિનું આઈડી પ્રુફ સ્કેન કરવમાં આવશે એટલે તરત જ એપ્લિકેશન દ્વારા એલર્ટ કરવામાં આવશે. ઉપરાંત જે નાના દુકાનદારો છે તેઓ જૂની પદ્ધતિ મુજબ કાગળ પેન દ્વારા દુકાન પર આવતા લોકોની નોંધણી કરે છે જે માટે ખુબ સમય લાગે છે અને દુકાન પર લોકોની લાઈનો લાગી જાય છે. ત્યારે દુકાન સંચાલકો પણ આ એપ્લિકેશનની મદદથી સરળતાથી નોંધણી કરી શકશે જેથી દુકાન પર લોકોની લાઈનો ન લાગે અને સોશિઅલ ડિસ્ટન્સનું પાલન થાય.
અંકિત ગાબાણી અને કિશન દેપાણીની કંપની YRHP India દ્વારા આ એપ્લિકેશનનું 1.1 વર્જન લોન્ચ કરવામાં આવ્યું છે. આ હાલ અંગે YRHP India ની સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે વાતચીત શરૂ છે અને થોડા દિવસોમાં સુરતના મોટી ભીડભાડ વાળા સ્થળો નક્કી કરાયેલ મોલમાં આ એપ્લિકેશનનો એક્સેસ આપવામાં આવશે.
અંકિત ગાબાણી અને કિશન દેપાણીનું આ કામ ખુબ સહારનીય ગણવામાં આવી રહ્યું છે. જે મોલ પર આ એપ્લિકેશનનું માટેનું એક્સેસ સુરત મ્યુનીસીપાલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવશે તે સ્થળ પર પર લોકો ચિંતામુક્ત થઈને જઈ શકશે. કારણ કે કોરોના સંક્રમિત વ્યક્તિ આ સ્થળની અંદર જાય તે પહેલા તેનું એપ્લિકેશન દ્વારા સ્કેન કરી એલર્ટ કરી દેવતા મોલની અંદર કોરોના વાયરસનું સંક્ર્મણ ફેલાવની શક્યતા નહિવત બની જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news