ગંભીર અક્સ્માતમાં પોલીસ કોન્સ્ટેબલનું કરુણ નિધન- જાણો ગુજરાતના ક્યાં શહેરમાં બની આ કરુણ ઘટના

સુરત(ગુજરાત): રાજ્યમાં રોજબરોજ અનેક અકસ્માત(Accident)ની ઘટનાઓ સામે આવતી રહે છે, આ અકસ્માતની ઘટના દરમિયાન અનેક લોકોના મૃત્યુ થાય છે. થોડી પણ બેદરકારી પોતાના જીવને તો જોખમમાં મુકે છે સાથે અન્ય નિર્દોષ લોકોને પણ આનો ભોગ બનવું પડે છે. ત્યારે સુરત(Surat)ના પલસાણા(Palsana) તાલુકાનાં દસ્તાન(dastan) નજીક માર્ગ અકસ્માતમાં તાપી જિલ્લાના પોલીસ કર્મચારીનું મોત નીપજયું હતું.

મળતી માહિતી મુજબ, વ્યારા પોલીસ હેડ ક્વાટરમાં ફરજ બજાવતા પોલીસકર્મી મિત્ર સાથે કાર લઈ કડોદરા આવ્યા હતા અને રાત્રિ દરમિયાન પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન, દસ્તાન રેલ્વે ઓવરબ્રિજ નજીક સ્પીડ બ્રેકર નજરે ન પડતાં કાર ઉછળી બ્રિજની દીવાલ સાથે ટકરાઈ હતી. સર્જાયેલા અકસ્માતમાં પોલીસ કર્મચારીનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. આ ઉપરાંત, કારમાં રહેલા અન્ય ઇસમને સુરત સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

જાણવા મળ્યું છે કે, સિદ્ધરાજસિંહ કલ્યાણસિંહ ઉદાવત (31) જેઓ વ્યારા પોલીસ હેડક્વાર્ટરમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ત્રણ મહિના પહેલા અરવલી મોડાસાથી બદલી થયા બાદ તે તાપી જિલ્લાના વ્યારા પોલીસ હેડક્વાર્ટરમાં આવ્યા હતા. રવિવારે મોડી રાત્રે સિદ્ધરાજસિંહ તેના મિત્ર મિતેશભાઈ પ્રફુલભાઈ રાધનપરા (39) સાથે કડોદરા ખાતે 11 વાગ્યે ઉપડેલી I20 કારમાં કામ અર્થે પરત ફરી રહ્યા હતા.

આ દરમિયાન, દસ્તાન નજીક નવનિર્મિત બ્રિજ પાસે ચાલકને સ્પીડ બ્રેકર ન દેખાતા કાર ઊછળીને બ્રિજની દીવાલ સાથે ધડાકાભેર ટકરાઈ હતી. મળતી માહિતી મુજબ, અકસ્માતમાં પોલીસ કર્મચારી સિધ્ધરાજસિંહનું ગંભીર ઇજાના કારણે ઘટનાસ્થળે મોત નીપજયું હતું તેમજ મિતેષભાઈ રાધનપરાને ઈજાઓ થતા 108 વડે સુરત સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ ઘટના અંગે પલસાણા પોલીસ દ્વારા ઘટનાની નોંધ લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *