સ્પાઈસજેટની આર્થિક સ્થિતિ કથળી,1400 કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કર્યા

Indian Airline Company: દેશની સૌથી મોટી એરલાઈન્સમાંથી એક સ્પાઈસજેટે 1400 કર્મચારીઓની છટણી કરી છે. આ કંપનીના કુલ કર્મચારીઓના લગભગ 15 ટકા છે. કંપનીનું(Indian Airline Company) આ પગલું નાણાકીય સંકટ વચ્ચે રોકાણકારોને આકર્ષવા માટે છે. માહિતી અનુસાર, બજેટ એરલાઇનમાં લગભગ 9000 કર્મચારીઓ છે, જેઓ 30 એરપોર્ટનું સંચાલન કરે છે. તેમાંથી 8 એરક્રાફ્ટ કંપની દ્વારા ક્રૂ અને પાઇલોટ્સ સાથે વિદેશી એરલાઇન્સ પાસેથી લીઝ પર લેવામાં આવ્યા છે.

કંપનીએ કેમ કર્યો નિર્ણય?
મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે કંપની દ્વારા ઓપરેશનલ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ ઘટાડો કરવામાં આવ્યો છે. એરલાઈન્સ હાલમાં દર મહિને 60 કરોડ રૂપિયાનો પગાર ચૂકવી રહી છે. અગાઉ, કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે સ્પાઇસ જેટ છેલ્લા ઘણા મહિનાઓથી પગાર ચૂકવવામાં વિલંબ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, સ્પાઈસ જેટ રોકાણકારો પાસેથી 2200 કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર કરવાની યોજના પર કામ કરી રહી છે.

કંપની ઉભરાવાની તૈયારી કરી રહી છે
એરલાઈન્સ તરફથી કહેવામાં આવ્યું હતું કે ફંડ એકત્ર કરવાની કંપનીની તમામ યોજનાઓ ટ્રેક પર છે અને તેના વિશે ટૂંક સમયમાં માહિતી આપવામાં આવશે. 2019 માં તેની ટોચ પર, સ્પાઇસજેટ પાસે 118 વિમાનોનો કાફલો હતો અને 16,000 થી વધુનો સ્ટાફ હતો. હાલમાં, અકાસા એરલાઇન સ્પાઇસજેટની સૌથી નજીકની હરીફ છે.

કંપનીના શેરમાં ઘટાડો
સોમવારના ટ્રેડિંગ સેશનમાં સ્પાઈસજેટના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. NSE પર સવારે 11 વાગ્યે શેર 4 ટકાના ઘટાડા સાથે રૂ. 65.59 પર ટ્રેડ થઈ રહ્યો હતો. કંપનીનો શેર આજના સત્રમાં રૂ.65.05ની નીચી અને રૂ.68.97ની ઊંચી સપાટીને સ્પર્શ્યો હતો.